નરાધમે 17 વર્ષની સગીરાને મોહજાળમાં ફસાવી 6 મહિના સુધી બનાવી હવસનો શિકાર: આરોપીની શોધખોળ
રાજકોટ શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતાં વિધર્મી શખ્સે હિન્દુ પરિવારની 17 વર્ષની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર હવસનો શિકાર બનવું ગર્ભ રાખી દેતાં મામલો ગાંધીગ્રામ પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી વિધર્મી શખ્સ સદામ કુરેશી વિરુદ્ધ પોક્સો, દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથધરી છે.નરાધમે 6 મહિના સુધી 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને 21 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો હતો.
ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બે માસ પહેલા તેને એક કોલ આવ્યો હતો, જેમાં સામે છેડેથી વાત કરનારે પોતાનું નામ સદામ યાસીન કુરેશી જણાવી તેને કહ્યું હતું કે હું તમારી દીકરીને પ્રેમ કરૂ છું, મારે તેની સાથે લગ્ન કરવા છે. આ વાત સાંભળી તેણે કહ્યું કે તમારી અને મારી જ્ઞાતિ અલગ છે. અમારાથી બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરાય, જેથી તું મારી પુત્રીને ભુલી જા તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.ત્યારબાદ જેની સાથે પોતાને પ્રેમ હોવાનું સદાયે કહ્યું હતું તે પુત્રીને તેના વિશે પુછતા કહ્યું કે એકાદ વર્ષ પહેલા કરીયાણાની દુકાને સામાન લેવા ગઈ હતી ત્યારે ત્યાં બેઠેલો સદામ તેની સામે હસતા તેણે પણ સ્માઈલ આપ્યું હતું. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેને કારણે બંને અવાર-નવાર મળતા હતા. એકાદ માસ પહેલા સદામે તેને મોબાઈલ ફોન લઈ આપ્યો હતો, જેના માધ્યમથી એકબીજા સામે વાતચીત કરતા હતા.
આ પછી પરીવારના સભ્યોએ તેની પુત્રીને સમજાવતા સદામ સાથે વાત નહી કરે તેમ કહ્યું હતું. તે વખતે તેણે પુત્રી પાસેથી મોબાઈલ ફોન લઈ તોડી નાખ્યો હતો.ગઈ તા.24ના રોજ તે સસરાનું શ્રાદ્ધ હોવાથી પત્ની અને સગીર પુત્રી સાથે સાસુના ઘરે ગયો હતો. જયાં તેની પુત્રીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા રડવા લાગી હતી. પરીણામે તેને તબીબી પાસે સારવાર માટે લઈ ગયા હતા. તબીબે સોનોગ્રાફી કરાવવાનું કહેતા કરાવી હતી. રીપોર્ટ લઈ તબીબને બતાવવા જતા હતા ત્યારે રસ્તામાં પુત્રીએ જણાવ્યું કે સદામે તેને આશરે પાંચેક માસ પહેલા તેના ઘરે કોઈ ન હતું ત્યારે મળવા બોલાવી તેની સાથે શરીર સંબંધ બાધ્યો હતો.
જેને કારણે તેને માસિકસ્ત્રાવ થયું ન હતું. જેની ટીકડી પણ લીધી હતી.આજે સવારે ફરીથી માસિકસ્ત્રાવની દવા પીધા બાદ પેટમાં દુખાવો શરૂ થયો છે. રીપોર્ટ લઈ ડોકટર પાસે પહોંચતા પુત્રી બેભાન થઈ ગઈ હતી. જેથી 108 બોલાવી પુત્રીને પદ્મકુવરબા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તપાસ કરી તબીબે 21 અઠવાડીયાનો ગર્ભ હોવાનું અને હવે ગર્ભપાત થઈ ગયાનું જણાવ્યું હતું.પોલીસે સદામ વિરૂદ્ધ પોકસો હેઠલ બળાત્કારનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.