રાજકોટમાં વધુ એક નું ‘હાર્ટ ફેઇલ’
એક સપ્તાહ પૂર્વે જ ઓમ નગરમાં યુવકનું ઘરે હદય બેસી જતા કાળનો કોળિયો બન્યો હતો
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને તરુણ, યુવાનોમાં હાર્ટએટેક જીવલેણ સાબિત થયા છે. તાજેતરમાં એક સપ્તાહ પૂર્વે ઓમનગરમાં એક યુવાનનું પોતાના ઘરે હ્રદય બેસી જતા મોત નિપજ્યું હતું.
ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં રેસકોર્સ મેદાનમાં એક વ્યક્તિ ડ્રાઇવિંગ શીખી રહ્યા હતા ત્યારે હદય બેસી જતા આસપાસના લોકો તાત્કાલિક ધોરણે ભેગા થઈ ગયા હતા અને આ બનાવની 108 ને જાણ કરવામાં આવી હતી ત્યારે 108 ના તબીબે આ વ્યક્તિને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ યુવકના પરિવારને થતા તેઓમાં અરેરાટી વ્યાપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ચંદુલાલ નામની વ્યક્તિ રેસકોર્સ મેદાનમાં ડ્રાઇવિંગ શીખી રહ્યા હતા. આ એ સમયે અચાનક તેમને હાર્ટએટેક આવતા બેભાન થઇ ગયા હતા. મેદાનમાં અન્ય લોકો હાજર હોય તુરંત ત્યાં દોડી ગયા હતા અને 108ને જાણ કરી હતી. મેદાન પર દોડી આવેલી 108 ટીમની તપાસમાં ચંદુલાલ નામની વ્યક્તિનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મામલે પોલીસે પરિવારજનોને જાણ કરતા તેમના પર શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ હદય હુમલાનો બનાવો એક સપ્તાહમાં બીજો બનવા પામ્યો છે.ઓમનગરમા એક યુવાન પોતાના ઘરે હતો ત્યારે ફળિયામાં બેભાન થઈને ઠરી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ઢળી ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતુ. ત્યારે ફરી એક બનવા બનવા પામ્યો છે.