રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજકોટનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન અને ઇન્દ્રો ડા નેચર પાર્ક, ગાંધીનગર તથા સક્કરબાગ ઝૂ, જુનાગઢ વચ્ચેર વન્યપ્રાણી વિનીમય કરવા નીચેની વિગતે મંજૂરી મળેલ છે.
રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ નર ગૌતમ તથા રોયલ બેંગાલ સફેદ વાઘણ ગોદાવરી ને શ્રી ઇન્દ્રો ડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવેલ છે, જેના બદલામાં સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણી ઉદ્યાનને ઘુડખર 02 (નર-01, માદા-01), વરૂ માદા-01 તથા ચૌશિંગા 02 (નર-01, માદા-01) આ5વામાં આવશે.
વન્યચપ્રાણી સંરક્ષણ ધારા-1972 અંતર્ગત ઘુડખર શેડયુલ-1 નું ખૂબજ મહત્વઆનું વન્યપ્રાણી છે અને તે હાલ ભારતભરમાં એક માત્ર કચ્છરમાં આવેલ ઘુડખર અભ્યાુરણ્યમાં જોવા મળે છે. જયારે ચૌશિંગા 5ણ શેડયુલ-1 નું ખૂબજ મહત્વેનું વન્યપ્રાણી છે અને તે ગીર અભ્યા રણ્યમાં જોવા મળે છે.
રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘમાં સમયાંતરે ખૂબ સારી રીતે સફળતાપુર્વક બ્રીડીંગ થતા અગાઉ રાજકોટ ઝૂ દ્વારા કાંકરીયા ઝૂ, અમદાવાદ, છતબીર ઝૂ, પંજાબ તથા પુના ઝૂને સફેદ વાઘ આ5વામાં આવેલ. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 54 પ્રજાતિના કુલ 441 વન્યગપ્રાણી-5ક્ષીઓ છે.