ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.34નું ક્ષેત્રફળ 175 હેક્ટર, ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.35નું ક્ષેત્રફળ 153.86 હેક્ટર અને ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.36નું ક્ષેત્રફળ 153.69 હેક્ટર
શહેરના મવડી વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 482.53 હેક્ટર જમીન પર નવી ત્રણ ટીપી સ્કિમ બનાવવામાં આવશે. જેમાં મવડીનો મોટા ભાગનો વિસ્તારને આવરી લેવામાં આવશે. આ વિસ્તારમાં દોઢ દાયકાથી પણ વધુ સમય બાદ ટીપી સ્કિમ બની રહી હોય, વિકાસના નવા દ્વાર ખૂલશે.
ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.34માં સર્વે નં.194 પૈકી, 276થી 299 અને 414 અને 415નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું કુલ ક્ષેત્રફળ 175.08 હેક્ટર છે. જેમાં ઉત્તરે મોટા મવાનો સિમાડો તથા આખરી નગર રચના યોજના નં.28 (મવડી)ની હદ, દક્ષિણે ટીપી સ્કિમ નં.35 (મવડી) તથા રૂડા વિસ્તારનો જશવંતપુરા ગામનો સિમાડો, પૂર્વ દિશાએ ટીપી સ્કિમ નં.28 (મવડી)ની હદ અને પશ્ર્ચિમે રૂડા વિસ્તારના કણકોટ ગામના સિમાડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.35માં સર્વે નં.194 પૈકી, 302 થી 334, 335 પૈકી, 337 પૈકી, 338થી 341, 342 પૈકી અને 343 પૈકીનો 153.86 હેક્ટર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની ઉત્તરે ટીપી સ્કિમ નં.27 (મવડી) તથા 28 (મવડી)ની હદ અને સૂચિત ટીપી સ્કિમ નં.34ની હદ, પૂર્વએ સૂચિત ટીપી સ્કિમ નં.36 (મવડી)ની હદ અને પશ્ર્ચિમ દિશામાં સૂચિત ટીપી સ્કિમ નં.34 (મવડી)ની હદ ઉપરાંત રૂડાના પાળ અને જશવંતપુરા ગામનો સિમાડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.36માં સર્વે નં.194 પૈકી, 15 પૈકી, 16, 370 પૈકી, 371 થી 387, 388 પૈકી, 389 પૈકી, 390, 397 પૈકી, 398 પૈકી, 399 થી 409, 410 પૈકી અને 411 પૈકીની 153.59 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે. ટીપી સ્કિમની ઉત્તરે આખરી ટીપી સ્કિમ નં.27 (મવડી)ની હદ અને મવડી ગામના સર્વે નં. આપવેલા છે. જ્યારે દક્ષિણે ટીપી સ્કિમ નં.25 (વાવડી)ની હદ, રૂડાના પાળ ગામનો સિમાડો, પૂર્વ દિશામાં ટીપી સ્કિમ નં.15 (વાવડી)ની હદ તથા મવડી ગામના સર્વે નં., જ્યારે પશ્ર્ચિમે ટીપી સ્કિમ નં.25 (મવડી)ની હદ આવેલી છે. આગામી 19મીએ કોર્પોરેશનમાં મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ત્રણેય ટીપી સ્કિમ બનાવવા માટેનો ઇરાદો જાહેર કરવામાં આવશે.