આંબેડકર નગરમાં સગર્ભાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: કારણ અકબંધ
રાજકોટમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં રામનાથપરામાં એક પરપ્રાંતીય નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જ્યારે આંબેડકરનગરમાં સગર્ભાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રામનાથપરામાં ગરુડની ગરબી ચોક પાસે રહેતા અને સોની કામ કરતા મૂળ બંગાળના હાકુન શેખની પત્ની આરિફાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાઈ હતું. જેમાં જાણવા મળતી વિગત મુજબ નવોઢાને લગ્ન પહેલા કોઈ સાથે પ્રેમ સબંધ હોય હે અંગે પતિ હાકૂનભાઈને વાત કરી હતી. જે બાબતે નવોઢાને લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.
તો અન્ય બનાવમાં આંબેડકરનગરમાં રહેતા રાજેશભાઈ ચાવડાના સગર્ભા પત્ની દક્ષાબેન ચાવડાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક દક્ષાબેનને દોઢ માસનો ગર્ભ હોય અને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.