- અણીયારા ગામે બે યુવકને કામે જશો તો જાનથી મારી નાખીશ ધમકી દેતા નોંધાતો ગુનો
- માંડા ડુંગર નજીક પોલીસ કેસ પરત નહિ ખેંચો તો બે શખ્સે આપી ધમકી
રાજકોટ શહેરના ઇન્દિરા નગર મેઇન રોડ નજીક આધેડે યુવકને ઘર નજીક બેસવાની ના પાડતા બે યુવકે આધેડને છરી ઝીંકી દીધા ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકે નોંધાઇ છે.માંડા ડુંગર પિતૃ વાટિકા નજીકની પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખસો બોલાચાલી કરી જાનથી મારી નાખવાની અને અણીયારા ગામના યુવક સાથે બે શખસો કામ પર જવા બાબતે ડખ્ખો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરિયાદ આજીડેમ પોલીસ ચોપડે નોંધાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ઇન્દિરા નગર મેઇન રોડ નજીક રહેતા અને કલર કામ કરતા મહેન્દ્રભાઈ મૂળચંદભાઈ ભક્તિનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેજ વિસ્તારના રહેતા શિવમ જનક બાવાજી અને જેનીલ રાજપૂતનું આરોપી તરીકે નામ નામ આપ્યું છે.
તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શિવમ અને જેનિલ તેના ઘર નજીક બેઠા હોઈ તેથી ફરિયાદી આરોપીએ અહી ન બેસવા કહ્યું હતું જે બાબતનો ખાર રાખી ગત 11.30 વાગ્યાની સુમારે ફરિયાદીના ઘરે ધસી આવી એકટીવા ને ભાંગતોડ કરી ગાળાગાળી કરી આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો.આ બનાવમાં આધેડને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આધેડની ફરિયાદ પરથી શિવમ અને જેનીલ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માંડા ડુંગર રહેતા તૃપ્તિબેન રાજેશભાઈ સોલંકી તેજ વિસ્તારમાં રહેતા સુનિલ પ્રવીણભાઈ પરમાર અને જગદીશ પ્રવીણભાઈ પરમાર સામે જાનથી મારી નાખવાની ધમકી આપતા આજીડેમ પોલીસ મથકે પોલીસ મથકે નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ પ્રકાશભાઈ એ સુનિલ અને જગદીશ વિરુધ થોરાળા પોલીસ મથકે મામારીની ફરિયાદ નોંધાવેલ હોઈ તેનો ખાર રાખી બંને શખસોએ ફરિયાદી અને તેના ભાઈ પ્રકાશને કેસ પરત નહિ ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આજીડેમ પોલીસ મથકે બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, અણીયારા ગામે રહેતા મહેશભાઈ અશોકભાઈ મોરવાડીયા નામના 20 વર્ષીય યુવકે આજીડેમ પોલીસ મથકે અણિયારા ગામે રહેતા નિલેશભાઈ દિનેશભાઈ અજાણી અને ગૌતમભાઈ ખેર સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે. મહેશ અને તેના મિત્ર જયંતીભાઈ નોકરી પર જતાં હતા ત્યારે નિલેશ અને ગૌતમે યુવકને કામે જશો તો ટાંટીયા ભાંગી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝગડો કરતાં યુવકની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની હાથ ધરી છે.