ગત શુક્રવારે જ બેકના કલાકનું પર્સ અને દસ્તાવેજો સેરવી લીધા તા’
શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમના ખિસ્સા હળવી કરતી ગેગના એક સાગરીત ધનજી ઉર્ફે ધનો ગેડાણીને પોપટપરા મેઈન રોડ પરથી પકડી પડી કુલ.રૂ.70હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.અને ફરાર આરોપી હાર્દિક ઉર્ફે ટાંટિયો ભાલાણાની શોધખોળ હાથધરી છે.
મળતી માહિતી મુજબ જામનગર રોડ, પરસાણાનગર-17માં રહેતા વિજયભાઇ બાબુભાઇ નારોના નામના યુવાન ગત તા.10ની સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. નવ વાગ્યાના અરસામાં ઘરેથી ચાલીને જામનગર રોડ, સાંઢિયા પુલ પાસે પહોંચ્યા હતા. અહીંથી બેંકે જવા માટે રિક્ષા રોકી હતી. રિક્ષામાં અગાઉથી એક મુસાફર બેઠેલો હતો.
દરમિયાન રિક્ષા જામટાવર પાસે પહોંચતા બાજુમાં બેઠેલા મુસાફર ઊલટીઓ કરવા લાગતા ચાલકે રિક્ષાને ઊભી રાખી હતી. બાદમાં આ મુસાફરને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા પડશે, તમે અહીં ઉતરી જાવ તેમ કહી ચાલકે પોતાને જામટાવર ચોક પાસે ઉતારી દઇ રિક્ષા હોસ્પિટલ તરફ હંકારી મૂકી હતી. ત્યાર બાદ પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાંખતા પર્સ તેમાં ન હતું. જેમાં રૂ.20 હજાર રોકડા તેમજ જરૂરી દસ્તાવેજો હતા. રોકડ ભરેલું પર્સ ગાયબ થઇ જતા રિક્ષા ગેંગનો શિકાર બન્યા હોવાની શંકા ગઇ હતી.
પીઆઇ એલ.એલ.ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવી પ્રાથમિક પૂછપરછ બાદ તપાસ શરૂ કરી હતી. પોલીસે બેંક કર્મચારી જ્યાંથી રિક્ષામાં બેઠા અને જ્યાં ઉતર્યા ત્યાં સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં પોલીસને હાથ લાગેલા ફૂટેજમાં બેંક કર્મચારીનું ખિસ્સું હળવું કરનાર મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાને પોલીસે ઓળખી તેની ધરપકડ કરી છે.અને કુલ.રૂ.70હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.