નકલી પોલીસ પકડાયાના ઘણા બનાવો નોંધાયા છે. પરંતુ શહેરમાંથી નકલી આઇપીએસ અધિકારી ઝડપાયાની ઘટના કદાચ પ્રથમ બની છે. કોરોનાની મહામારીમાં સગા સંબંધીને સારવાર સારી મળી રહે તે માટે બી.એસ.સી.ના વિદ્યાર્થીએ બોગસ આઇ.પી.એસ.નો આઇકાર્ક સાથે ક્રાઇમ બ્રાંચે સરકારી પી.ડી.યુ. હોસ્પિટલ કોરોના કંટ્રોલરૂમ ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
કોરોનાની મહામારીમાં લેભાગું તત્વો સક્રિય થઇ દર્દીના સગા સંબંધીઓને સારવાર અપાવી દેવાના લ્હારે રૂપિયા પડાવી તેમજ રોફ જમાવી સગા સંબંઘ્ીઓને તાત્કાલિક સારવાર મળે તે આશયથી ટોળકી સક્રિય હોવાની પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના ધ્યાને આવતા તેઓ હોસ્પિટલોની આસપાસ પડયા પાથર્યો રહેતો શખ્સો પર વોંચ રાખવા આપેલી સુચનાને પગલે ક્રાઇમ બાંધની ટીમો દ્વારા ખાનગી રાહ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શહેરના શ્રોફ રોડ પર આવેલા મંગલની એપાર્ટમેન્ટ 202માં રહેતા અને જામનગર ખાતે નેશનલે ઇન્ડિયા કંપનીમાં ન્યુટ્રીશ્યન ઓફિસર તરીકે નોકરી કરતો સંકેતભાઇ રાજકુમાર મહેતા નામનો શખ્સ આઇ.પી.એસ. તરીકે ઓળખ આપી રૂઆળ કરતો હોવાની ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. વી.જે. જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોંચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં જાણાતા સ્ટાફ સંકેત મહેતાની અટકાયત કરતા તેણે આઇ.પી.એસ.નું ઓળખકાર્ડ બતાવી રૂઆલ કરતા સ્ટાફને શંકા જતા સંકેત મહેતાની આકરી પુછપરછમાં પડી ભાંગ્યો હતો.
સંકેત મહેતાની પ્રાથમિક પૂછપરછમાં તેના બનેવીના કાકા પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કોરોના અંગેની સારવાર ચાલતી હોય અને સરકારી હોસ્પિટલ ખાતે હાલ દર્દીઓ ખુબ જ ઘસારો હોય અને લાઇનમાં ઉભુ રહેવું પડતું હોય આથી લેપટોપમાં ઓનલાઇન ગુગલમાં સર્ચ કરી સીમ્બોલ મેળવી આઇ.પી.એસ. અધિકારી તરીકેનુ બોગસ આઇ.ડી.કાર્ડ પોતાના નામ અને ફોટા સાથે બનાવી છેલ્લા ચાર દિવસથી સરકારી હોસ્પિટલ કોવિડ કંટ્રોલ રૂમ ખાતે જઇ મેડીકલ સ્ટાફને આઇપીએસ અધિકારી તરીકેની ઓળખ આપતો હોવાનું જણાવ્યું હતું.સંકેત મહેતાની ધરપકડ કરી નકલી આઇકાર્ડ અને મોબાઇલ મળી રૂ.10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
ઝડપાયેલા શખ્સનો અન્ય કોઇ ભોગ બન્યા હોય તો ક્રાઇમ બાંચના સંપર્ક કરવા વિનંતી છે. એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત અને કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.