રાજકોટ શહેરના ટ્રાફિકથી ભરચક એવા કાલાવડ રોડ પર અંડરબ્રીજ પર આજે સવારે સિટી બસને એક અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ચાલકની બેદરકારી અને સીટી બસ ડ્રાયવરની સુજ બુઝન કારણે મોટી જાનહાની ટળી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના સવારે ૧૦ વાગ્યાની હતી જેમાં કારે અચાનક બ્રેક મારતા કારની પાછળ જઇ રહેલ એક્ટિવા ચાલક મહિલા કાર સાથે અથડાઈ હતી. મહિલાને જાનહાની ન થાય તે માટે પાછળ આવી રહેલી સિટીબસના ચાલકે પોતાની સુજબુજ દ્વારા બસને બ્રેક મારીને મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો.
આગળ એક્ટિવા પર જતી મહિલાએ અચાનક બ્રેક મારતાં સિટી બસ નંબર -૧ ના ચાલકે તેને બચાવવા જતાં સિટી બસ અંડરબ્રીજની દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદનસીબે સિટી બસના ચાલક કે મુસાફરને ઇજા થઇ ન હતી.