રાજકોટ સાયબર ક્રાઈમમાં ધરાર અને એક તરફી એમ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ બનાવમા વાસાવડના શખ્સે યુવતીના ઈન્સ્ટાગ્રામમાં બીભત્સ મેસેજો કર્યા હતા જેથી યુવતીએ તેને બ્લોક કરતા ધરાર પ્રેમીએ તેના મંગેતરને યુવતી વીશે બીભત્સ મેસેજો કરતા તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. અને બીજા બનાવમાં ગંજીવાડમાં રહેતા શખ્સે પાડોશની યુવતીનું ફેક આઈડી બનાવી અને તેનો ફોટોમૂકતા તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ બનાવમા રાજકોટમાં રહેતી અને ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી યુવતીને વાસાવડનાં મેહુલ ભનુભાઈ વિરડીયાએ તેણીના ઈન્સ્ટાગ્રામ પર ગત 28 જૂને આઈ લવયુ જાનુ તને શરમ નથી આવતી હું જોઉ છું તું કેમ લગ્ન કરે છે. તારા ઘર વાળાને હું ઓળખું છું’ તેવા મેસેજ કરી અને યુવતીએ ધરાર પ્રેમીને રીપ્લાય ન આપતા બીભત્સ મેસેજ કરતા તેને બ્લોક કર્યો હતો. જેથી પાગલ ધરાર પ્રેમીએ યુવતીના મંગેતરને બિભત્સ મેસેજો કર્યા હતા. જેથી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા યુવાન વાસાવડ્નો જાણવા મળતા તેના વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમાં ભાવનગર રોડ પર આવેલ ગંજીવાડમાં અને પરિવારનાં સ્વજને સાઈબરમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે.
ગત 8 જુલાઈના તેની દીકરીનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન બન્યું હતુ. જેના વિશે તેને દીકરીને પુછતા તેને જણાવ્યું હતુ કે તે આઈડી તેનું નથી જેથી તેમને 10 જુલાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી બાદ સગીર દીકરીની પુછતાછ કરતા તેને કહ્યું હતુ કે પાડોશમાં રહેતો રાહુલ દીપક સાકરીયા નામનો શખ્સ તેનો અવાર નવાર પીછો કરતો હતો અને તે શખ્સ શંકામાં આવતા તેની અટકાયત કરી પુછતાછ કરતા તે આઈડી તેને બનાવ્યાનું કબુલાત કરતા તેના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.