હિન્દૂ ધર્મ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. રાજકોટના જુદા જુદા ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. એક તરફ ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ ચાલે છે. જયારે બીજી બાજુ રાજકોટમાંથી ગૌ માંસનો જથ્થો ઝડપાય છે.
શહેરના ભગવતીપરા વિસ્તારમાંથી આજ રોજ બપોરે પોલીસે 100 કિલો ગૌમાસના જથ્થા સાથે સગીર સહિત બવ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઓરડીમાં વર્ષોથી નોંવેજનો ધંધો કરતો આરોપી આજ સવારે જ ગૌમાસનો જથ્થો લાવ્યો અને પોલીસે દબોચી લીધો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વુગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં શેરી-1માં એક ઓરડીમાં ગૌમાસ વેચાણ અર્થે લાવ્યા હોવાની બાતમી બી-ડિવિઝન પોલીસ મથકનો મળતા પીએસઆઇ વી.બી.કોડિયાતર અને પીએસઆઇ પ્રગ્નેશભાઈ ત્રાજયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ઓરડીમાં દરોડો પાડી રૂ.20,000ની કિંમતનું 100 ગૌમાંસ સાથે સગીરવયના બાળક અને હુસૈન જમાલ લાખાણી નામના પશુઓના ઘાતકી હત્યારાને દબોચી લીધો હતો.
પોલીસે બાતમીના આધારે તુરંત ભગવતીપરા-1 માં દરોડો પાડી મોચી બજારમાં રૂ વાળી શેરીમાં રહેતા હુસૈન લાખાણીને ગૌમાંસ અને હથિયારો સાથે કુલ રૂ.31,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી હુસૈન વર્ષોથી નોનવેજનું વેચાણ કરતો હોવાનું અને હજુ આજ સવારે જ ગૌમાસનો મોટો જથ્થો લાવ્યો હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે હુસૈન વિરુદ્ધ પશુ ઘાતકીપણાની કલમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.