રૂ.બે લાખની 8 સોનાની બંગડી સહિતનો મુદ્દામાલ કબજે કરતી ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટમાં વૃધ્ધાનો વિશ્વાસ કેળવી તેનો સબંધીનો હોવાની ઓળખ આપી વૃદ્ધાનો સોનાની બંગડી જીવનું લઈ છેતરપિંડી કરી નાસી જતાં શખ્સની સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસ આધારે ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી રૂ. બે લાખની 8 સોનાની બંગડી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પરના ગીતા નગરમાં રહેતા અને પોસ્ટ ઓફીસના નિવૃત કર્મચારીના મકાનમાં ધુસી હુ તમારા ગામના કાંતીભાઈ પંડયાનો પુત્ર છુ અને મે અહી મકાન લીધુ હોય જેના વાસ્તુ નુ આમંત્રણ આપવા માટે આવ્યો છુ તેમ કહી મારા છુ બહેન માટે તમારા જેવી બંગડી બનાવી છે.
નમુના તરીકે આપો કહી રૂ.1 લાખની કિંમતના સોનાની ચાર બંગડી લઈ જઈ અજાણ્યા શખ્સ છેતરપીંડી કરી ગયાની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચે ચોકકસ માહીતીને આધારે આરોપી નિમિષ ઉર્ફે નૈમિષ ને પુરોહિત (ઉ.વ.52) ને લીમડા ચોક નજીક શુલભશૌચાલય પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 2 લાખની કિંમતની તમામ 8 બંગડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વૃધ્ધાઓને એકલા જોઈ તેમની પાસે જઇ કોઈપણ ખોટી ઓળખાણ આપી વિશ્વાસ કેળવી સોનાના ઘરેણાં સારા છે છે મારા બહેન માટે કરાવવા છે તમારી સેમ્પલ માટે આપો જેવી વાતો કરી વિશ્વાસ કેળવી બંગડી મેળવી લઈ છેતરપિંડી આચરી નાસી જવાની ટેવ ધરાવે છે. અત્યાર સુધી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં રાજકોટ, ઉપલેટા, ધોરાજી, સોમનાથ અને પોરબંદરમાં કુલ 8 વાર પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું હતું.