- સિનિયરોને ચૂંટણી લડાવવાનો નવા કોર્ટ સંકુલના લોકાર્પણનો હોય તો હું સામે બેસીશ: બકુલ રાજાણી
- સિનિયર અને જુનિયરના કહેવાતા જંગમાં જુનિયરોની એકિટવ પેનલને સિનિયરોના મળ્યા આશિર્વાદ
બાર એસોસીયેશનની ચુંટણી માટે એકિટવ પેનલના મઘ્યસ્થ કાર્યાલયનો 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલો બાલાજી હોલ સામે મીરેકલ ડોક્ટર હાઉસ ખાતે તા.09/12/2022 ના રોજ ધમાકેદાર શુભારંભ કરવામાં આવેલ હતો.સીનીય2 વિકલોના વરદ હસ્તે તેમજ જુનીય2 વકીલોની હાજરીમાં દિપ પ્રાગટય કરી એકિટવ પેનલના ઉમેદવારોના ઉત્સાહમાં અનેક ઘણો વધારો કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં 500થી વધારે સીનીયર જુનીય2 વકીલોએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવી એક્ટિવ પેનલના તમામ ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી.કાર્યક્રમનું સંચાલન યુવા ધારાશાસ્ત્રીઓ રક્ષીતભાઈ રૈયાણી અને પંકજભાઈ દોંગાએ કરેલું હતું. કાર્યક્રમમાં દિપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન સીનીયર વકીલ અને નોટરી એસોસીયેશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલે કરેલુ હતુ. જેમાં તેઓએ એક્ટિવ પેનલના 16 ઉમેદવારો પૈકી 3 ઉમેદવારો નોટરી એસોસીયેશનના સદસ્યો હોય જેથી પ્રકાશસિંહ ગોહીલે તેનો ઉત્સાહ પ્રગટ કર્યો હતો અને એકિટવ પેનલની જીત માટે પુર્ણ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ત્યાર બાદ શહેર ભાજપ યુવા મોરચાનાપ્રમુખ કિશનભાઈ ટીલવાએ તેઓના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે એકિટવ પેનલની સામે ઉભેલી પેનલમાં મહદ અંશે કોંગ્રેસના લોકો છે, જે ઉભી કરવા પાછળ પણ કોંગ્રેસી વિચારધારા ધરાવતા વકીલ છે. જ્યારે ગુજરાત ભાજપમય થઈ ગયેલું હોય ત્યારે ભાજપની વિચારધારા ધરાવતી એકિટવ પેનલના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલી હતી. સીનીય2 વકીલ અને ક્ષત્રિય સમાજના આગેવાન સિધ્ધરાજસિંહ જાડેજાએ તેઓના વકતવ્યમાં જણાવેલ કે, સંઘર્ષના સમયમાં કેતક્લીફની પરિસ્થિતીમાં એકિટવ પેનલના ઉમેદવારો હંમેશા મદદ માટેઅગ્રેસર રહયા છે. અપીલ કરેલ હતી.અંશ ભારદ્વાજે તેઓના ઉદબોદનમાં જણાવેલુ કે હાલની આ ચુંટણીમાં અમુક વકીલો કે જેઓ પહેલેથી જ હાર ભારી ગયા હતા તેઓએ સીનીયરોને મહોરા બનાવી અને ચુંટણીમાં ઉભા રાખ્યા છે. એકિટવ પેનલના સક્ષમ ઉમેદવારોને યેનકેન પ્રકારે સામાજીક અને પારીવારીક દબાણ લાવ્યા છે. તેઓને જડબાતોડ જવાબ આપવો જરૂરી છે.બાદ મહિલા બારનાં પ્રમુખ મહેશ્વરીબેન ચૌહાણે તેના તેજાવી પ્રવચનમાં કહેલું કે, જે પ્રકારે હાલના ઉમેદવારો ઉ52 દબાણ લાવી ફોર્મ પાછા ખેંચાવા માટે ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે તેનાથી ભવિષ્યમાં કોઈ જુનીયર વકીલો ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર નહી થાય એકિટવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને રઘુવંશી અગ્રણી બકુલભાઈ રાજાણીએ જુસ્સાભેર પ્રવચનમાં જણાવેલુ કે, સીનીય2ોને ચૂંટણીમાં લડાવવાનો જો હેતુ ફક્ત નવા કોર્ટ બિલ્ડીંગના ઉદઘાટનનો જ હોય તો હું બારના પ્રમુખ તરીકે ઉદઘાટન પ્રસંગે સ્ટેજની સામે નીચે બેસી અને સન્માનીય સીનીયરોને સ્ટેજ ઉપર બેસાડી અને તેમના જ વરદ હસ્તે નવી કોર્ટનું ઉદઘાટન કરાવીશ, તેવું વચન આપેલુ હતુ. સાથે બકુલભાઈએ જણાવ્યું હતું કે, એકિટવ પેનલના ઉમેદવારી ચુંટાઈ આવશે ત્યારે આખુ વર્ષ હું હરહંમેશની જેમજ મારી એકિટવ પેનલ સાથે 108ની જેમ કામ કરીશ એવું પ્રોમીસ આપી એક્ટિવ પેનલને તોતીંગ મત આપી જીતાડવા વિનંતી કરી છે. તમામ વકીલોએ અન્ય ત્રણ-ત્રણ કિલોને સાથે રાખી એકિટવ પેનલના સમર્થનમાં મતદાન કરી અને આખી પેનલને જીતાડવા સંકલ્પ કરેલો હતો.