રાજકોટમાં સાયબર ક્રાઈમના ફ્રોડ દીન પ્રતિદિન વધી રહ્યા છે.ત્યારે વધુ એક સાયબર ક્રાઇમની ફરિયાદ સામે આવી છે.જેમાં મોબાઈલમાં વોટસઅપ નંબર ઉપર એકાઉન્ટ ખોલી આપવાનું કહી લોકો પાસે પૈસા પડાવતી ટોળકીની પોલીસે ધરપકડ કરી છે જેમાં તેને રાજકોટ સહિત ત્રણ વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ સામે આવી છે.
સાયબર ક્રાઇમ પોલીસે વેપારીની ફરિયાદ પરથી રાજકોટ અને અમદાવાદના શખ્સોને પકડી પૂછતાછ હાથધરી
રાજકોટમાં બાલાજી પાર્કમાં રહેતા મોહિતભાઈ ભરતભાઈ લભિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.૨૨-૧૦-૨૦૨૨નાં રોજ તેના મોબાઈલમાં બિહારની સાંઈ સેલ્સ પેઢીમાંથી કોલ આવ્યો હતો અને જણાવાયું કે તમે મને હજૂ સુધી માલ કેમ નથી મોકલ્યો. જેથી તેણે ઓર્ડર જ નહીં લીધાનું જણાવી મોબાઈલ નંબર માંગતા તે આપ્યા હતા. એટલું જ નહીં કોલ કરનારે કહ્યા મુજબ રૂા.૪૯,૬૬૪નું પેમેન્ટ કર્યાનું પણ જણાવ્યું હતું. આ પેમેન્ટ કર્યાના સ્ક્રીન શોટ પણ મોકલ્યા હતા.
બાદમાં ગઈ તા.૯-૧૧-૨૦૨૨ના રોજ ઈન્દોરની શ્રી ગણેશ ટીમ્બર નામની પેઢીમાંથી અંકિત પાલે કોલ કરી પેમેન્ટ કર્યુ છતાં માલ કેમ નથી મોકલ્યો તેમ જણાવ્યું હતું. તેણે ઓનલાઈન રૂા.૩૬૭૫નું પેમેન્ટ કર્યું હતું. ગઈ તા.૩૦-૨-૨૦૨૩ના રોજ બિહારની ભવાની હાર્ડવેર નામની પેઢીના માલીકે કોલ કરી જણાવ્યું કે તમારા ખાતામાં ઓર્ડર પેટેનું પેમેન્ટ કર્યું છે. જે પેમેન્ટ જેન્તીભાઈ રોજાસરાને આપી દેજો. જેથી તેને પણ પોતાને કોઈ પેમેન્ટ નહીં કર્યાનું કહ્યું હતું. તપાસ કરતા કોઈ ગઠીયાએ તેની પેઢીના નામનું વોટસએપ એકાઉન્ટ ખોલી તેના મારફત ઓર્ડર મેળવી પૈસા પડાવ્યાનું જાણવા મળ્યું હતું.આ પ્રકારના કોલ સતત આવતા હોવાથ કંટાળીને સાયબર ક્રાઈમ પોલીસમાં અરજ કરી હતી.
જેના આધારે તપાસ કરી બં ગઠીયાઓને ઓળખી કાઢી આજે બં ગઠીયા અજય રમેશકુમાર પટેલ (૨૭ સાક્ષાત એપાર્ટમેન્ટ, વેજલપુર, અમદાવા અને અલી ઉર્ફે આતીફ ઈસ્માઈલ શે (રહે. જુહાપુરા, અમદાવાદ) વિરૂધ્ધ ગુ દાખલ કર્યો હતો. આ બંને આરોપી સકંજામાં લઈ સાયબર ક્રાઈમ પોલીસે તપ આગળ ધપાવી છે. આરોપી અ અમદાવાદનો અને અલી રાજકોટ હોવાનું જણાવાયું છે.હાલ તેઓ દ્વારા અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે.તે દિશામાં પૂછતાછ હાથધરી છે.