અબતક, રાજકોટ
રાજકોટમાં હનુમાનમઢી ચોકમાં રહેતી કોલેજીયન યુવતીના ઘરમાં હિસ્ટ્રીસીટર ધરાર પ્રેમીનો સાગરિત ઘૂસી આવી યુવતીને છરીના ઘા ઝીક્યાં હતા જેથી યુવતીને ગંભીર ઇજા પહોંચતાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં હનુમાન મઢી ચોકમાં રહેતી અને બી.કોમ.માં અભ્યાસ કરતી શિવાની આશિષભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૧)એ તેના ધરારપ્રેમી મિલનનો સાગરીત ઋતુરાજ જાડેજા ઘરે આવી અને શિવાનીને છરીના ચાર ઘા ઝીંકી દેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હિસ્ટ્રી સિટરે પોતાના જ સાગરીતને મોકલી કરાવ્યો હુમલો :
૪ વર્ષથી શોષણ કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો’તો
બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસમાં થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ પૂર્વે નિર્મલા રોડ ઉપર રહેતા મિલન સંજયભાઇ ખખ્ખરની બહેન સાથે શિવાની અભ્યાસ કરતી હતી અને તેણી પ્રોજેક્ટ માટે તેના ઘરે અભ્યાસ માટે જતી હતી જ્યાં તે મિલનના સંપર્કમાં આવી હતી અને મિત્રતા આગળ વધી હતી અને વાત લગ્ન સુધી પહોંચી હતી પરંતુ મિલન ખખ્ખર શિવાની સાથે વારંવાર ઝઘડો કરી અને મારકૂટ કરતો હોવાથી શિવાનીએ ઇરાદો બદલી નાખ્યો હતો પરંતુ આ વાતથી ઉશ્કેરાઇ મિલન પાગલ થયો હતો અને શિવાની પર ત્રાસ ગુજારવા લાગ્યો હતો અને તે શિવાનીને બરજબરીથી લાવી અને મિત્રોના ફ્લેટ પર લઇ જઇ શોષણ કરતો હતો અને વધુમાં જો શિવાની ન આવે તો મિલન રાત્રે તેની ઘરે ડેલી ઠેકી જતો અને તેણીને ઉઠાવી લાવતો હતો.
જાનથી મારી નાખવાની શિવાની અને તેની માતાને ધમકી આપતો હતો જેથી શિવાની કંટાળી પોલીસમાં ફરિયાદ કરવાની હતી પરંતુ મિલનની માતાએ મિલન સાથે માફી માંગ્યો ફરિયાદ કરવાનું યુવતીએ ટાળ્યું હતું પરંતુ ગત કાલે મિલનનો મિત્ર ઋતુરાજ જાડેજા ઇજાગ્રસ્ત હાલતમાં ઘસી આવ્યો હતો અને કહ્યું કે “મારે મિલન સાથે ઝઘડો થયો છે બહેન તે સમજે છે કે આપણે બંનેને આડા સંબંધ છે જેથી બહેન આપણે કોઇ સંબંધ નથી જેવો વિડિયો બનાવી આપ એટલે તેને વિશ્ર્વાસ આવી જાય બહેન જેથી શિવાનીએ વિડિયો બનાવી આપ્યો હતો. બાદ ઋતુરાજ ત્યાંથી જતો હતો અને ઘરની બહાર જતા તેને શિવાનીને બોલાવી હતી. શિવાની ત્યાં જતાં ઋતુરાજ તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી નાશી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે મિલન હિસ્ટ્રીસીટર શખ્સ છે તે અગાઉ અનેક ગુન્હામાં સંડોવાયેલો છે તેના પર દારૂ -ડ્રગ્સના ગુંના નોંધાયેલા છે. ગાંધીગ્રામ પોલીસે યુવતીની ફરિયાદ પરથી ઋતુરાજ જાડેજા અને મિલન ખખ્ખર વિરૂ ધ્ધ ગુંનો નોંધી વધુ તેની શોધખોળ હાથધરી છે.