દંપતી મોચી બજારના પુલ નીચે સુતા હતા તે વેળાએ કોઈ અજાણ્યો શખ્સ બાળકને ઉઠાવી ગયો: એક સપ્તાહ પૂર્વે જ શ્રમિક પરિવાર રાજસ્થાનથી મજૂરીકામ માટે આવ્યો હતો
રાજકોટના મોચી બજાર પાસેના જૂના ખટારા સ્ટેન્ડ નજીક ટ્રાફિક બ્રાંચની ઓફિસ સામે ઓવરબ્રિજ નીચે સૂતેલા રાજસ્થાનથી મજૂરી કામ માટે આવેલા શ્રમિક પરિવારના ચાર માસના બાળકના અપહરણની ગંભીર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જે બનાવ મામલે એ-ડિવીઝન પોલીસની સાથે બ્રાંચની જુદી-જુદી ટીમોએ તપાસ હાથધરી જો કે સીસીટીવી ફૂટેજ આધારે પણ હજુ સુધી બાળકનો કોઈ પતો લાગ્યો નથી તેવું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે.
ફરિયાદ મુજબ મૂળ રાજસ્થાનના બ્યાવર નજીકના ટીલામેડા ગામના વતની રમેશભાઈ પન્નાલાલ ભીલ (ઉ.વ.35) ને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે. સૌથી મોટો પુત્રક્રિષ્ન (ઉ.વ.13) હાલ વતનમાં છે. જયા2ે તેનાથી નાની બે પુત્રીઓ શિતલ અને યશોદા, સૌથી નાના પુત્ર સરવણ (ઉ.4 માસ) ઉપરાંત પત્ની ગીતા સાથે ગઈ તા.25ના રોજ રમેશભાઈ મજૂરીની તલાશમાં રાજકોટ આવ્યા હતા.અને રાજકોટમાં મોચીબજાર જૂના ખટારા સ્ટેન્ડ નજીક ટ્રાફિક બ્રાંચની ઓફિસ સામેના બ્રિજ નીચે રહેવાનું શરૂ કર્યું હતું.રાજકોટ આવ્યા બાદ કામની તલાશ શરૂ કરી હતી. પરંતુ કોઈ કામ મળ્યું ન હતું. ગઈકાલે રાત્રે રમેશભાઈ અને તેના પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. તે વખતે રમેશભાઈ અને તેની પત્ની ગીતાબેને પોતાની વચ્ચે સૌથી નાના પુત્ર સરવણને સુવડાવ્યો હતો. જયારે બંને પુત્રીઓ બાજુમાં સૂતી હતી. પરોઢિયે ત્રણેક વાગ્યે બંનેની ઉંઘ ઉડતા જોયું તો સરવણ બાજુમાં સૂતેલો ન હતો. જેથી તત્કાળ તેની આસપાસ શોધખોળ કરી હતી.
પરંતુ કોઈ પતો નહીં મળતા આખરે પોલીસને જાણ કરી હતી.એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક તપાસના અંતે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. માત્ર ચાર માસના બાળકનું પહરણ ખૂબજ ગંભીર બાબત હોવાથી ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું છે. તેની જુદી-જુદી ટીમો સીસીટીવી ફૂટેજના આધારે હાલ તપાસ કરી રહી છે. જો કે જયાં આ શ્રમિક પરિવાર સૂતો હતો ત્યાં સીસીટીવીનાવિઝન નહોવાથી પોલીસનું કામ મુશ્કેલ બન્યું છે. માત્ર ચાર માસના બાળકનું કયાકારણથી અપહરણ કરવામાં આવ્યું છે, તે બાબતે પણ પોલીસ કોઈ ચોકકસ નિષ્કર્ષ પર પહોંચી નથી. હજુ અઠવાડિયા પહેલા જ આ શ્રમિક પરિવાર રાજકોટ આવ્યો હતો. હાલ પોલીસે અપનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.