માતાજીની આરતી તથા પ્રસાદીનો લાભ લેવા નગરજનોને આમંત્રણ

ક્ષત્રિયોના કુળદેવી માં આશાપુરાના સ્થાનકે અષાઢી બીજે ઘ્વજારોહણ તથા ચુંદડી ઓઢાડવાનું અનેરું મહત્વ છે. પ્રતિવર્ષ યોજાતા આ સુંદર ધાર્મિકોત્સવનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલા માં આશાપુરાના જુના સ્થાનકે અષાઢી બીજ નીમીતે યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

બેડીનાકા ટાવરમાં જુના દરબારગઢ પાસે હાટેશ્ર્વર ચોકના પટાંગણમાં બીરાજતા આશાપુરા માતાજીના સ્થાનકે તા. 12 જુલાઇને સોમવારે  અષાઢી બીજ નીમીતેમાં આશાપુરાના સ્થાનકે ધજા ચડાવવામાં આવશે. માતાજીની ધજા દરબાર ગઢ વાળા નરેન્દ્રિસિંહ જાડેજા (ભયલુભાઇ ફોરેસ્ટ ક્ધટ્રોલ રૂમ) વાળા ચડાવશે. ત્યારબાદ માતાજીને ચુંદડી તથા છતર ફૂલહાર ચડાવવામાં આવશે. ત્યારબાદ સવારે માતાજીની આરતી ઉતરવામાં આવશે. સાંજે પણ માતાજીની આરાધના ધુપદીપથી કરવામાં આવશે. માતાજીની આરતી નાના દરબાગ ગઢ વાળા પુજારી ગાદીપતિ ગીરીરાજસિંહ જાડેજા ઉતારશે. ત્યારબાદ માતાજીની પ્રસાદી આપવામાં આવશે. કોરોનાની ગાઇડ લાઇનને અનુસરી, સોશ્યલ ડીસ્ટન્સ જાળવી જનતાન માતાજીની આરતી તથા પ્રસાદીનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેન્દ્રસિંહ જાડેજા (ફોરેસ્ટ વિભાગ), મહાવીરસિંહ એન. જાડેજા, ચંદ્રદિપસિંહજી જાડેજા, શીવરાજસિંહ એન. જાડેજા, બ્રીજરાજસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ આર. જાડેજા (આશાપુરા ટ્રાવેલ્સ), જીતુભાઇ જાપડા, રણજીતભાઇ મુંધવા, ધીરુભાઇ મુંધવા તેમજ રીતેષ શાહ વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહેલ છે.

આ પ્રસંગે યુવરાજ જયદિપસિંહ જાડેજા (રામરાજા), નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજા કોપોરેટર યશપાલસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર તથા પ્રમુખ હેમુભાઇ પરમાર, વિજયભાઇ કાબાણી, જે.વી. ગાંગડીયા, આર.એફ.ઓ. રાજકોટ (ઉ) દિવ્યરાજસિંહ જાડેજા (ફોરેસ્ટર-સરધાર) વિજયસિંહ આર જાડેજા, ફોરેસ્ટ ગાર્ડ મહેમાન ઉ5સ્થિત રહીને દર્શનનો લાભ લેશે તેમ નરેન્દ્રસિંહ જાડેજની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.