‘અબતક’ ના આંગણે આવેલા ભીલ સમાજના યુવા આગેવાનોની ટીમે આપી વિગતો
રાજકોટમાં ભકિતભાવથી ઉજવાતા નવરાત્રિ મહોત્સવમાં હવે પારિવારિક ધોરણે યોજાતા એક દિવસીય રાસોત્સવનો ટ્રેન્ડ વઘ્યો છે. રાજકોટમાં વસ્તા 60 હજારથી વધુ ભીલ સમાજના ખેલૈયાઓ પારિવારિક માહોલમાં રાસોત્સવ માણી શકે તે માટે પ્રથમ વાર આ વખતે એક દિવસીય નવરાત્રિનું આયોજન કર્યુ છે.
‘અબતક’ની મુલાકાતે આવેલ દર્શનભાઇ પેંગ્યાતર, સંજયભાઇ રાઠોડ, અવિભાઇ મકવાણા, સિઘ્ધારાજભાઇ રાઠોડ, ઘુમીલભાઇ રાઠોડ, ઉતમભાઇ રાઠોડ અને મિતભાઇ રાઠોડે કાર્યક્રૅમની સરસ વિગતો આપતા જણાવેલ કે, રાજકોટ શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજ માટે ભવ્ય વન-ડે દાંડીયા રાસનું આયોજન ભીલ સમાજના યુવા ગ્રુપ દ્વારા તા. 10-10-22 ના રોજ સોમવારસાંજે 8 કલાકે વેલ્ટેટ પાર્ટી પ્લોટ 1પ0 ફુટ રીંગ રોડ, સીનરજી હોસ્પિટલ સામે અયોઘ્યા ચોક ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ભીલ સમાજના યુવા ખેલૈયાઓ માટે અદયતન સાઉન્ડ સિસ્ટમ તેમજ પારિવારિક માહોલ સાથે સુસજ આયોજન રાખવામાં આવેલ છે.
જે આયોજનમાં આયોજક તરીકે દર્શનભાઇ પેગ્યાતર, સંજયભાઇ રાઠોડ, અવિભાઇ મકવાણા, સિઘ્ધરાજભાઇ રાઠોડ, ધ્રુમીલભાઇ રાઠોડ, આનંદભાઇ વાગડીયા, સંજયભાઇ રાઠોડ, ઉત્તમભાઇ રાઠોડ, મિતભાઇ રાઠોડ, દિપકભાઇ મુલીયાણા, દિનેશભાઇ મેં, જીતુભાઇ વાગડીયા, ભરતભાઇ મુલીયાણા, દિનેશભાઇ વાઘેલા, રમેશભાઇ કોહલી, ભાવનાબેન , ગોરધનભાઇ વાઘેલા, રાજુભાઇ રાઠોડ, વિજયભાઇ રાઠોડ, મંજુબેન કડવાતર વગેરે આયોજન દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી છે. તેમજ ખાસ નોંધમાં જણાવવાનું કે આ કાર્યક્રમમાં આવવા માટે ભીલ સમાજ માટે પાસ દર નજીવા દરે રાખવામાં આવેલ આ રાસોત્સવનો લાભ લેવા ભીલ સમાજને અનુરોધ કર્યો છે.