મેડિકલ સાધન,દવા અને ઇન્જેક્શન મળી કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કરતી એસ.ઓ.જી
રાજકોટ શહેરમાં વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ ની એસઓજીએ ધરપકડ કરી છે. હલેન્ડા ગામે લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ફ્રોડ ડોકટર ને પોલીસે પકડી પાડી તેની પાસેથી મેડિકલ સાધન દવા અને ઇન્જેક્શન મળી. કુલ રૂપિયા 10,750 નો મુનામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ એસઓજી ટીમનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ રવિભાઈ વાંકને મળેલી બાતમી આધારે કોટડા સાંગાણી ના જુના રાજપીપળીયા ખાતે રહેતો કિસન જયસુખ ગણોદિયા નામનો 27 વર્ષીય કોઈપણ ડીગ્રી ધરાવ્યા વગર હલેન્ડા ગામ ખાતે ક્લિનિક ચલાવી રહ્યો હોવાની બાકી મળતા સ્ટાફે ત્યાં દરોડો પાડી કિશન ગણોદિયાની ધરપકડ કરી છે જ્યારે તેની પાસેથી મેડિકલના સાધનો દવાઓ અને ઇન્જેક્શનનો મળી કુલ રૂ.10,750 નો મુદ્દા માલ કબજે કર્યો છે. હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.અને તે કેટલા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો તે દિશામાં પણ તપાસ કરી રહી છે.