મુંબઇથી ખાસ કારીગરો દ્વારા લાલ બાગ કા રાજાની પ્રતિકૃતિ બનાવાઇ: સીલીંગ ડેકોરેશનથી રોશનીનો થશે ઝગમગાટ: રોજ અવનવા ફ્લેવરમાં લાડુની પ્રસાદી: હજ્જારો ભાવિકો યોજાનાર ઉત્સવોમાં જોડાશે
વિઘ્નહર્તા દેવ ગણેશજીને આરાધવાનો અવસર એટલે ગણેશોત્સવ. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ચંપકનગર ખાતે ઉજવાતો ગણેશોત્સવ તમામ રીતે શિરમોર રહ્યો છે. છેલ્લાં 14 વર્ષથી ઉજવાતા ગણેશ ઉત્સવને દર વર્ષે કંઇકને કંઇક નવું જ કરવાની આયોજકોને ત્યાં ઉતેજના રહી છે.
ચંપકનગર ખાતે ઉજવાતા ગણેશોત્સવ અંગે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલાં આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.મુંબઇના સુપ્રસિધ્ધ લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ કહી શકાય એવી જ 14 ફૂટની હિરાજડીત મૂર્તિ મુંબઇના કારીગરો દ્વારા બનાવાઇ છે. ગુજરાત કા લાલબાગ કા રાજા એવાં ગણેશોત્સવની અનેક વિશેષતાઓ રહી છે.
છેલ્લાં 14 વર્ષથી ઉજવાતા ચંપકનગર ગણેશોત્સવમાં આ વર્ષે મુંબઇથી આવેલા કારીગરોએ 14 ફૂટની ખાસ હીરા જડીત મૂર્તિ બનાવી છે. ગણેશ પંડાલમાં અને વિસ્તારમાં સીલીંગ ડેકોરેશન રોશનીનો જગમગાટ આકર્ષીત બની રહેશે. એલઇડી સ્ક્રીન પંડાલ બનાવાયું છે.
તા.31ને બુધવારે સાંજે 7.30 કલાકે ગણેશજીની પંડાલમાં સ્થાપના કરાશે. તા.4-9ને રવિવારના સવારે 8.30 થી 1 કલાકે રક્તદાન કેમ્પ અને બપોરે 11.30એ મહાપ્રસાદ યોજાશે. તા.6-9ને મંગળવારે 4 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને તા.9-9ને શુક્રવારના બપોરના 1 કલાકે ગણેશ વિસર્જન યાત્રા નિકળશે. દરરોજ આરતીનો સમય સવારે 8.30 અને સાંજે 8.30નો રહેશે.
3- ચંપકનગર સોસાયટી ખાતે ચંપકનગર ગણેશ ઉત્સવમાં રોજ અલગ-અલગ ફ્લેવરના લાડુની પ્રસાદીનું આયોજન છે. દરરોજ હજ્જારો ભાવિકો આ ચંપકનગર ગણેશોત્સવના દર્શનનો લાભ લેશે. આખા આયોજન માટે ગણેશોત્સવમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહોત્સવનો સવા લાખ રૂપિયાનો વીમો પણ ઉતારાયો છે.
મહોત્સવનો સવા કરોડ રૂપિયાનો વીમો લેવાયો: મુકેશ રાદડીયા
ચંપકનગર ગણેશોત્સવ દરમ્યાન કોઇ દુર્ઘટના ઘટે તો સવા કરોડનો વીમો ઉતારાવ્યો છે.
ચંપકનગર ગણેશોત્સવમાં દરરોજ ધાર્મિક ઉત્સવો ઉજવાશે. હજ્જારો દર્શનાર્થીઓ સવાર-સાંજની આરતી અને ઉજવનારા ઉત્સવોનો લાભ લેશે. સીલીંગ ડેકોરેશન દ્વારા રોશનીનો ઝગમગાટ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનશે.
14 ફૂટ ઉંચી હિરા જડીત લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ કહી શકાય તેવી મૂર્તિ ખાસ મુંબઇથી આવેલાં કારીગરો દ્વારા બનાવાય છે. દર્શનાર્થીઓને ગણેશોત્સવની મુલાકાત લેવાં અનુરોધ છે.