દર્દીનો જીવ બચાવવા 108ની પ્રસંશનીય કામગીરી

108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા

રાજકોટમાં 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા વધુ એક દર્દીનો જીવ બચાવવા માટે રાજકોટથી મુંબઈ વધુ સારવાર અર્થે મોકલવામાં સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.

1670228259169

108 ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 84 વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા. દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતા, જેના લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને આંચકી – ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તત્કાલ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 108 ને આ અંગે માહિતી મળતા ઈ.આર.સી.પી ડો. મહેતાના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ વિશ્વજીતભાઈએ 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આ પ્રક્રિયામાં 108 ઇમરજન્સી સેવાની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી. 108 ટીમની આ સેવા બદલ દર્દીના સ્વજનોએ રાજકોટની 108 ઇમરજન્સી સેવા તેમજ કોલ સેન્ટરના અધિકારીઓનો આભાર માન્યો હતો સાથે સાથે 108 ઈમરજન્સી સેવાની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.