કાંટા કી ટકકર જેવી સ્પર્ધામાં નિર્ણાયકો પડી ગયા અવગઢવમાં
ભારત વિજ્ઞાન પરિષદ રણછોડનગર શાખા દ્વારા સમુહ ગાન સ્પર્ધામાં આઠ ટીમો વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા યોજાય હતી. આ સ્પર્ધાનું સ્ટેન્ડીંગ ચેરમેન નયનાબેન પેઢડીયા તથા રિજિયોનલ સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઇ ભાડલિયા વિભાગ સહ મંત્રી ભરતભાઈ લીંબાસીયા અને શાખા પ્રમુખશ્રી વિનોદભાઈ પેઢડીયા સચિવ શ્રી ગૌતમભાઈ પટેલ તેમજકારોબારીસભ્યશ્રીઓ હોદ્દેદારો ઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો
આ સ્પર્ધામાં શિશુ મંદિર રણછોડ નગર શાખા પ્રથમ નંબર, અક્ષર શૈક્ષણિક સંકુલ દ્વિતીય નંબર અને ચાણક્ય વિદ્યાલય તૃતિય નંબર પ્રાપ્ત કર્યો. વિજેતા ટીમોને ઈનામ વિતરણ સત્રમાં ઉપસ્થિત મહેમાનો ટ્રસ્ટી પ્રેમગિરિબાપુ, પ્રમુખ વિનોદભાઈ પેઢડિયા, રીજીયોનલ સેક્રેટરી સંસ્કાર નરેન્દ્રભાઇ, , રાજકોટ વિભાગના સહમંત્રી ભરતભાઈ ના વરદ હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આભારવિધિ ગૌતમભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મીનાક્ષીબેન , પ્રતિકભાઈ એ બંને જજીસ એ સેવા આપી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અધ્યક્ષ વિનોદ ભાઈ પેઢડિયા, સચિવ ગૌતમભાઈ પટેલ, કોષાધ્યક્ષ કાંતિભાઈ બગડા પ્રચાર પ્રસાર તથા રાહુલભાઇ પાટડિયા , મયુરભાઈ ચોવટિયા. પિયુષભાઈ લીંબાસીયા , હર્ષ ભાઈ પેઢડીયા જહેમત ઉઠાવી હતી.