વર્ષોથી પડતર 33 પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા આઠેય યુનિયનના નેજા હેઠળ કોર્પોરેશનના કર્મચારીઓનો ઘંટારવ: મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન અપાયું

કોર્પોરેશન કર્મચારીઓને લગતા અલગ-અલગ મુખ્ય 12 સહિત કુલ 33 પ્રશ્ર્નો વર્ષોથી પડતર છે. જેનું નિરાકરણ લાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ર્નોનો નિરાકરણ ન આવતા આજે કોર્પોરેશનના અલગ-અલગ 8 યુનિયનો દ્વારા કર્મચારીઓની હક્ક યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ આવેદન મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આપવામાં આવ્યું હતું. જો પડતર પ્રશ્ર્નોનો સત્વરે નિવેડો નહિ લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી.

DSC 0833

રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિષદ, ડ્રાઇવર એસોસિએશન, મહાનગર પાલિકા કર્મચારી મંડળ, કર્મચારી એકતા મંડળ, એન્જીનીયરીંગ એસોસિએશન, સફાઇ કામદાર જાગૃતિ મંડળ અને પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા આજે વર્ષોથી પડતર અલગ-અલગ પ્રશ્ર્નો અંગે કર્મચારીઓની હક્ક યાત્રા જેવો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આઠેય યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં એકત્રિત થયા હતા. જ્યાં તેઓએ ઉગ્ર આંદોલનનો ઘંટારવ કર્યો હતો. કર્મચારી એકતા જિંદાબાદના નારા સાથે કોર્પોરેશનની કચેરી ગુંજી ઉઠી હતી. અલગ-અલગ યુનિયનના નેતાઓએ કર્મચારીઓની પડતર માંગણી આગામી દિવસોમાં વધુ બુલંદ બનાવવાની ઘોષણા કરી હતી.

DSC 0792

રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિષદના પ્રમુખ અને કોર કમિટીના અધ્યક્ષ કશ્યપભાઇ શુક્લની આગેવાનીમાં મ્યુનિ.કમિશનરને કરવામાં આવેલી રજૂઆત અને આવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે 33 પ્રશ્ર્નો લાંબા સમયથી નિરાકરણ વગર પડતર રહેતા આપને યુનિયનના હોદ્ેદારો સાથે રૂબરૂ રજુઆત કરાતા ડે.કમિશનર આશિષ કુમારને રૂબરૂ બોલાવી તમામ પ્રશ્ર્નને મીટીંગનું આયોજન કરી સત્વરે નિરાકરણ કરવા સુચના આપી હતી. જે અંગે તા.07/02/2022 તથા 27/04/22 રોજ આ મીટીંગમાં ફક્ત આયોજન કરી બોલાવવામાં આવેલ છે. જેમાં અમારી વ્યાજબી અને ન્યાયિક પ્રશ્રને મુદ્દા વાઈઝ રજુઆત કરતા મહેકમ શાખાના આસી.કમિશનર સમીરભાઈ ધડુક તથા આસી.મેનેજર વિપુલભાઈ ધોણીયા હાજર રહી મીટીંગમાં યુનિયનના પ્રતીનીધી સાથે ચર્ચા થયેલ છે.

DSC 0802

કોઈજ પ્રશ્નના નિરાકરણ કરાયેલ નથી કે નિકાલ લાવવામાં આવેલ નથી.યુનિયન દ્વારા પડતર પ્રશ્નના નિરાકરણ અંગે ગાંધિ ચીધ્યા માર્ગે જતા પહેલા મેયર સ્ટે.ચેરમેન સાથે અમારા પ્રશ્નનો રજુ કરી રજુઆત કરતા તેઓની સુચના મુજબ કમિશનર સાથે રૂબરૂ ચર્ચા કરી ન્યાયિક પ્રશ્નમાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પદાધીકારીઓ દ્વારા આપવામાં આવેલ હતી. પરંતુ પદાધીકારીઓની સુચનાનું પાલન થયેલ નથી કે ડેપ્યુટી કમિશ્નરને સમય નથી. જે ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય નિરાકરણ ન કરવામાં નહિં આવે તો યુનિયન દ્વારા કોઈપણ સમયે આંદોલન કરવાની ફરજ પડશે. આશા છે. આપની હાજરીમાં તમામ પ્રશ્નો લગત તમામ અધિકારીને હાજર રાખી ચર્ચા કરવા સમય આપવામાં વિલંબ થયે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.