હાઇટેક અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ લેબોરેટરીમાં નહિવત ભાવે રિપોર્ટ કરી અપાશે
મનુષ્યના શરીરમાં નાનામાં નાના રોગથી લઈ મોટા રોગ સુધી નું મૂળ રિપોર્ટ મારફતે મળી રહે છે.આજે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ લેબોરેટરી સચોટ અને શ્રેષ્ઠ રિપોર્ટ આપી રહી છે.ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ન્યુટ્રોપથ સ્પેશિયાલીટી લેબોરેટરી કાર્યરત છે.
ડો.વિરલ જેઠવા દ્વારા લેબોરેટરી નું સંચાલન કરવામાં આવે છે. રાજકોટ ખાતે તેમની છ બ્રાન્ચ કાર્યરત છે.ત્યારે છેવાડાના માનવી સુધી સચોટ અને શ્રેષ્ઠ રિપોર્ટ પોહચડવા હેતુ ચુનારાવાડ મેન રોડ ખાતે ન્યુટ્રોપથ સ્પેશિયાલીટી લેબોરેટરીની 7મી બ્રાંચનું દબ-દબાભેર શરૂ કરવામાં આવી છે. લીવર,કિડની,સુગર જેવી ઘણી તકલીફોના ટેસ્ટ લેબોરેટરી ખાતેથી કરી આપવામાં આવશે.સાથોસાથ હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ આ લેબોરેટરીમાં નહિવત ભાવે રિપોર્ટ કરી આપવામાં આવશે.જેથી કરીને સામાન્ય વર્ગના માણસને પણ સચોટ નિદાન મળી રહે જન કલ્યાણ માં પોતાની નૈતિક ફરજ સમજી ડોકટર વિરલ જેઠવાએ ન્યુટ્રોપથ સ્પેશિયાલીટી લેબોરેટરીમાં નહિવત ભાવ રાખી આ ભગીરથ સેવા શરૂ કરી છે
ન્યુટ્રોપથ સ્પેશિયાલીટી લેબોરેટરી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ:ડો.વિરલ જેઠવા
તબીબો દ્વારા નિદાન બાદ બે થી ત્રણ નિદાન સુધી પોહચવામાં આવે છે. ત્યારે અંતિમ નિદાન ક્યુ છે અને તેની સારવાર અર્થે શું કરવું તે માટે લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવામાં આવે છે. લેબોરેટરી મારફત શરીરની અંદરના નાનામાં નાના રોગનું તેમજ ગંભીર રોગ સુધીનું મૂળ રિપોર્ટ દ્વારા મળી રહે છે.ન્યુટ્રોપથ સ્પેશિયાલીટી લેબોરેટરી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે.