રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના શહેરમાં આશ્રયસ્થાન 6 રેનબસેરા કાર્યરત છે.
આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે સોરઠીયા વાડી, જીલ્લા ગાર્ડન, વેલનાથ પુલ નીચે, મોરબી રોડ, આજી ડેમ ચોકડી થી ભાવનગર રોડ તરફ, રવિવાર બજાર પાસે, રેસકોર્ષ રિંગ રોડ, ગ્રીનલેન્ડ ચોક આસપાસનો વિસ્તાર વગેરે જગ્યાએ ડ્રાઈવ કરવામાં આવેલ.
જેમાં 76 ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરવામાં આવી તથા આશ્રયસ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.