લોકોની સુખાકારી માટે દોડતી સિટી બસમાં ગત માસે અનિયમિતતા બદલ 6 કંડકટરને કાયમી ફરજ મુકત તેમજ 16 કડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત બીઆરટીએસ બસમાં ગત માર્ચ માસમાં ટિકીટ, વગરના ચાર મુસાફરો પાસેથી દંડની વસુલાત કરાઇ છે.
સિટી બસ સેવા (છખઝજ)માં માર્ચ મહિના દરમિયાન કુલ 4,44,668 કિ.મી. ચાલેલ છે. તથા કુલ 6,88,461 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. ગત તા.31/03/2021 ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા સિટી બસ સેવામાં કાર્યરત ડ્રાઈવરોને રૈયા ચોકડી ડેપો તથા આજી ડેપો ખાતે ડ્રાઈવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફીક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટ બેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.
સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.
સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 13,350 કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ રૂ!. 5,43,256/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી ડી.જી. નાકરાણીને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!. 23,700/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.2,700/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ 6(છ) કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરેલ છે તથા 16(સોળ) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
ચેકીંગ દરમિયાન કુલ 5 (પાંચ) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ છે.
બી.આર.ટી.એસ. બસ સેવામાં બસ ઓપરેટર શ્રી માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 920 કિ.મી. ની પેનલ્ટી તરીકે કુલ રૂ! 62,946/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને
કામમાં ક્ષતિ બદલ રૂ!. 23,054/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
ચેકીંગ દરમિયાન કુલ 4 (ચાર) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ! 400/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
વધુમાં કંડક્ટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા જણાયે રાજકોટ મહાનગરપાલિકાના 24 7 ધોરણે કાર્યરત કોલ સેન્ટર નંબર 0281-2450077 પર ફરીયાદ નોંધાવી શકાય છે.