શહેરમાં વકરતી કોરોનાની ગંભીર સ્થિતિનો ફાયદો ઉપાડી રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા બંને શખ્સોના કૌભાંડ પરથી “અબતક”ની ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો હતો. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને 7 દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આજરોજ કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.શહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત હોવા છતાં પણ તંત્રની મીઠી નજર નીચે કાળાબજારી થતી હોવાનું “અબતક” મીડિયાના ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચની મદદથી તમામ કૌભાંડ પરથી પરદો હટાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા દેવાંગ મેણસી મેર અને પરેશ અરશી વાજા નામના બંને શખ્સોને દબોચી લીધા હતા. એક તરફ લોકો કોરોનાની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાચાર બની રહ્યા છે.

તો બીજી તરફ હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેવાંગ મેર અને પરેશ વાજા જેવા લેભાગુ તત્વો મજબૂત પીઠબળના કારણે ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા છે. જેના પરથી “અબતક”ની ટીમે રેસ્ક્યુ ગોઠવીને છરકું આપી બંને શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા.ગઈ કાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેવાંગ મેર અને પરેશ વાજાના કોરોના રિપોર્ટ નેગવટિવ આવતા આજ રોજ 7 દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.