91 દિવ્યાંગોએ ઘર બેઠા મતદાનની અરજી કરેલી જે પૈકી 69 એ કર્યું મતદાન
વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયની વાતવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. હાલ ટપાલ મત પત્રની કામગીરી ચાલી રહી છે.
જિલ્લામાં પોસ્ટલ બેલેટ માટે 675 સર્વિસ મતદાતા નોંધાયેલા છે. જેમાંથી 447 સર્વિસ મતદારોને ટપાલ મત પત્ર વિતરિત કરવામાં આવ્યા છે. જ્યારે 16, 247 પોલિંગ સ્ટાફમાંથી 4641 મતદારોને ટપાલ મત પત્ર આપવામાં આવ્યા છે. આ બંને શ્રેણીમાં મળીને 16,922 મતદારોમાંથી 5088 ટપાલ મતપત્ર જારી કરાયા છે, જેમાંથી 360 લોકોએ મતદાન કર્યું છે.
જ્યારે જિલ્લામાં 80થી વધુ વયના 48,355 મતદારો છે, જેમાંથી 484 બુઝુર્ગ મતદારોએ ટપાલથી મત આપવા ફોર્મ 12 ડી ભર્યું છે. જેમાંથી આજે 173 અને અત્યાર સુધીમાં મળીને 385 મતદારોએ પોતાનો મત આપ્યો છે. જિલ્લામાં 14,512 દિવ્યાંગ મતદારોમાં માંથી 91 મતદારોએ ટપાલથી મત આપવા ફોર્મ 12 ડી ભર્યું છે. જેની સામે આજે 21 અને અત્યાર સુધીમાં 69 નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ બંને શ્રેણીમાં સંયુક્ત જોઈએ તો, 62,867 કુલ મતદારોમાંથી 565 લોકોએ ટપાલથી મત આપવા ફોર્મ 12 ડી ભર્યું છે. આજની તારીખમાં 194 અને અત્યાર સુધીમાં 454 લોકોએ ટપાલથી મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
આવશ્યક સેવા વાળા 287 કર્મચારીઓએ ફોર્મ 12 ડી ભર્યું છે. જેની સામે 6 પોસ્ટલ બેલેટ અપાયા છે અને તેઓએ ટપાલથી પોતાનો મત આપ્યો છે.