રાજમાર્ગો પર નડતરરૂપ 13 રેકડી કેબીન જપ્ત કરાય
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક સપ્તાહમાં ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જેમ કે, રસ્તા પર નડતર 13 રેંકડી-કેબીનો મવડી મેઈન રોડ પટેલ ક્ન્યાત છાત્રાલય, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક,ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ , કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 93 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, 107 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.1,35,000/- વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ ,ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.1,35,060/- મંડપ ચાર્જ જે રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને 513 બોર્ડ-બેનરો જે ઢેબર રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, યુનિ. સિટી રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.