રાજકોટ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા દાબેલા ચણાની 2 ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના આજીડેમ પાસે દિન દયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા દરમ્યાનઅંદાજિત 5 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. આશા ફૂડ નામની પેઢી ખાતે દરોડા દરમ્યાન દરમ્યાન ફૂગ વાળા ચણા 1 ટન, શંખ જીરું 220 કિલો, દાબેલા ચણાનો 4 ટનનો જથ્થો ઝડપાયો હતો.
પ્રોડક્શન દરમિયાન ચણાને દાબવા માટે શંખજીરુંનો ઉપયોગ કરવામાં આવતો હતો. શંખજીરુ અખાદ્ય પદાર્થ છે જેના કારણે પેટના ગંભીર રોગો થઈ શકે છે. કલ્પેશ ટ્રેડર્સ અને જે કે સેલ્સ, આશા ફૂડ નામની ફેક્ટરીમાં આરોગ્ય વિભાગના દરોડા પડતા તમામ કારીગરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. તમામ ચણાનો માલ સીલ કરી ફેકટરી માલિક પર સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.