Rajkot  : મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 49માંથી 47 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જો કે, રેસકોર્સ સંકુલમાં બોક્સ ક્રિકેટ બનાવવા અને સ્પીડ બ્રેકર પર થર્મોપ્લાસ્ટરના પટ્ટા માટેની મહાનગરપાલિકાના અધિકારીએ મૂકેલી દરખાસ્ત કોર્પોરેટરો દ્વારા ફગાવી દેવામા આવી હતી અને તેવું કારણ અપાયું છે કે, બોક્સ ક્રિકેટને કારણે આસપાસના લોકોને મુશ્કેલીઓ પડે છે. જેથી આ પ્રકારના બોક્સ ક્રિકેટ મહાનગરપાલિકા શરૂ નહીં કરે. આ ઉપરાંત 48 રાજમાર્ગો ઉપર થર્મોપ્લાસ્ટ કરવાની દરખાસ્ત પણ નામંજૂર કરાય  હતી.

આ દરમિયાન દિવાળી બાદ માત્ર રાજમાર્ગો જ નહીં પરંતુ પૂરા રાજકોટ શહેરના 18 વોર્ડમાં આવેલા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટ અને રેડિયમના પટ્ટા લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ડેપ્યુટી કમિશનરોની સત્તામાં વધારો થયો છે. એટલે કે, તેઓ હવે રૂ. 5 લાખને બદલે રૂ. 10 લાખના ખર્ચને મંજૂરી આપી શકશે. જ્યારે તેમને અપાતી ગ્રાન્ટ રૂ. 10 લાખમાંથી રૂ. 15 લાખ કરવામા આવી છે. એટ્લે મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાના અધિકારીઓએ કરેલી 2 દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર ઉપરાંત ભાજપના 12 કોર્પોરેટરોએ ફગાવી દીધી હતી.

2 દરખાસ્ત નામંજૂર કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વર્ષોથી પરંપરા રહી છે કે, ધનતેરસના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે છે અને વિકાસકામોને મંજૂરી આપવામાં આવે છે. તેમજ આ બેઠકમાં કુલ 49 દરખાસ્તો મૂકવામાં આવી હતી. જેમાં રૂ. 13.80 કરોડનાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, તેમાં કુલ 2 દરખાસ્તો એવી હતી કે, જે નામંજૂર કરવામાં આવી છે.

જેમ કે, બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય રદ કરાયો, જેમાં રેસકોર્સ સંકુલમાં કલ્પના ચાવલા મહિલા ગાર્ડનની સામે બોક્સ ક્રિકેટ બનાવવા માટેની દરખાસ્ત હતી. મહાનગરપાલિકાના એક અધિકારી દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી. રાજકોટ શહેરમાં જે 3 ઝોનમાં બોક્સ ક્રિકેટ હતા ત્યાં સ્થાનિક કક્ષાએ ખૂબ જ ફરિયાદો આવતી હતી. તેમજ લોકોને પડતી મુશ્કેલીને કારણે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. તથા અન્ય એક બાંધકામની દરખાસ્ત હતી.

શોર્ટ ટર્મ ટેન્ડર બહાર પાડવામાં આવશે. જેમાં રાજકોટના 48 રાજમાર્ગો ઉપર આવેલા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટના પટ્ટા લગાવવા માટેની દરખાસ્ત હતી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થયેલી ચર્ચામાં એવુ જાણવા મળ્યું કે, રાજમાર્ગો ઉપર સ્પીડ બ્રેકરની સંખ્યા ઓછી હોય છે. ત્યારે  ખરેખર સ્પીડ બ્રેકર શેરીઓમાં અને શહેરનાં આંતરિક રસ્તાઓમાં હોય છે. જેથી ત્યાં પણ માર્કિંગમાં હોવું જોઈએ. જો કે, તે આ દરખાસ્તમાં નહોતું. ત્યારપછીના દિવસોમાં રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાં એટલે કે, 18 વોર્ડમાં રેડિયમના પટ્ટા મારવા અને ડિમાર્કેશન માટે શોર્ટ ટર્મ ટેન્ડર બહાર પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.