રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ભૂપત બોદર
અબતક,રાજકોટ
રાજ્યની ભાજપ સરકાર વિકાસ માટે નવું બળ પુરૂં પાડી આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરી રહી છે.રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઉર્જા, નવા વિચાર સાથે નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે અત્યારે મોદીજીના શાસન કાળમાં દેશ આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે અનેક નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સંર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસ થઇ રહ્યો છે અને રાજ્યની ભાજપ સરકાર વિકાસ માટે નવું બળ પુરૂં પાડી આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરી રહી છે.
ત્યારે જનહિતના પરિણામોની અનુભૂતિ જન-જનને થઇ રહી છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં રૂ. 10.75 કરોડના ખર્ચે 40 નવા પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર થયા છે. ત્યારે આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા રક્ષાબેન બોળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્યઓ જયેશભાઇ રાદડીયા, ગીતાબા જાડેજા, કુંવરજીભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ રજૂઆત કરેલી હતી.
તે અંતર્ગત રાજ્ય સરકારે લોકહિતકારી અભિગમ દાખવી આ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આભરસહ અભિનંદન પાઠવતા ભુપતભાઈ બોદરએ જણાવેલ કે હાલ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોય. રાજ્ય સરકારના આ માનવીય અભિગમ થી ગ્રામજનોને પોતાના ગામના આંગણે જ તમામ પ્રકારના રોગોની પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બનશે અને ગ્રામજનો સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લઇ શકશે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામો છોડવાવદર, ભૂખી, ગોંડલ તાલુકાના ગામો ખાંડાધાર, મોટા સખપર, રીબડા, માંડણકુંડલા, ધૂડશિયા, દેવળા ચરખડી, ખડવંથલી, કોલીથડ, શ્રીનાથગઢ, જામકંડોરણા તાલુકાના ગામો જામકંડોરણા-1, રોધેલ, દડવી, જેતપુર તાલુકાના ગામો ચારણ સમઢીયાળા,ડેડરવા,આરબ ટીમબડી, મોટા ગુંદાળા, વીરપુર-1, ઉમરાળી, કોટડાસાંગાણી તાલુકાના ગામો શીશક, બગદડીયા, લોધીકા તાલુકાના ગામો ખાંભા, પડધરી તાલુકાના ગામો પડધરી-1, પડધરી-2, ખીજડીયા મોટા, ડુંગરકા, તળધરી, રાજકોટ તાલુકાના ગામો કુવાડવા-1, કુવાડવા-2, કુચીયાદડ, જીવાપર, નવાગામ, ગુંદા, હડમતીયા, ગોલીડા, હોડથલી, ખારચીયા, સૂકી, સાજડીયાળી, ઉપલેટા તાલુકાના ગામો વરજાંગ જાળીયા સહિતના ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે.