રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના શ્રોફ રોડ, કલેકટર કચેરી, ભિલવાસ, યાજ્ઞિક રોડ, રામ કૃષ્ણ નગર હેમુ ગઢવી હોલ ઇન્દ્રપ્રસ્થ નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
જામનગર રોડ ભુવનેશ્વર તરફના રસ્તે પાણી ભરાયા નદીઓ વહેતી હોય તેવું રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. જુના એરપોર્ટ તરફની દિવાલના રસ્તે પણ પાણી ભરાયા છે. રેલ નગર પોપટ પરાનો અંડરપાસ છેલ્લા ત્રણ કલાકથી બંધ છે. રેલ નગર તરફ જવાનો રસ્તો ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
View this post on Instagram
જ્યારે મનપાની પ્રિમોન્સન કામગીરીની પોલ ખુલી છે. રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. રાહદારીઓ વાહનચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે.
રાજકોટના લોકમેળામાં પણ વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ બાદ મેળાના સ્થળ પર વરસાદી પાણી ભરાવાવનું શરૂ થયું છે. જોરદાર વરસાદ થતા સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માગ કરી છે. લોકમેળાના પ્રારંભે વરસાદ થતા મેળાની મજા બગડી શકે છે. વરસાદ રહેતા મોરમ નાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાશે.