કોરોનાનું સંક્રમણ અટકાવવા મહાપાલિકા અને શહેર પોલીસની કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 23 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે જેમાં 1. રજવાડી પાન, રેસકોર્ષ રીંગ રોડ, 2. આનંદ સાગર, ડો. રાધે ક્રિષ્ના રોડ, 3. આકાર સેનીટરી વેર્સ, કેનાલ રોડ 4. સાંઈ કૃપા સેનેટરીઝ, કેનાલ રોડ, 5. કપડા હાઉસ, કેનાલ રોડ, 6. કિસ્મત હોટલ, રૈયા સર્કલ પાસે , 7. મહેતા ઈલેકટ્રીક એરકંડીશન, કેનાલ રોડ, 8. દેવજીવન હોટલ, રામાપીર ચોકડી , 9. અમુલ આઇસ્ક્રીમ સ્ટોર, માડાં ડુગર, 10. અરીહંત જનરલ સ્ટોર, માડાં ડુગર , 11. ચામુંડા ડિલક્સ, હનુમાન મઢી, 12. જય ઠાકરધણી ટી સ્ટોર, પેડક રોડ , 13. રોયલ સ્ટાર, સાગણવા ચોક , 14. જિન્સ ક્લબ, કોઠારીયા રોડ, 15. ક્રિષ્ના પાન કોલ્ડ, 150 ફુટ રિંગ રોડ, 16. પટેલ પાન કોલ્ડ, 150 ફુટ રિંગ રોડ, 17. રીના ફૂટવેર, કોઠારીયા નાકા પાસે , 18. ટી સ્ટોલ, પેડક રોડ , 19. Ezzy bakery, ડિલકસ ચોક, 20. કનૈયા ટી સ્ટોલ, જંકસન મેઈન રોડ, 21. નવરંગ હેર આર્ટ, સાધુવાસવાણી રોડ , 22. શિવ શક્તિ પાન ટી સ્ટોલ, પેડક રોડ , 23. મોમાઈ પાન ટી સ્ટોલ, સાધુવાસવાણી રોડ નો સમાવેશ થાય છે જે સાત (7) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.