રાજકોટ: 300 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાશે
અબતક, રાજકોટ
રાજકોટ શહેરની વસ્તી દિન-પ્રતિદીન વધતી રહી છે. તેમજ શહેરની ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે. તદ ઉપરાંત અપુરતા પોલીસ સ્ટાફના કારણે ટ્રાફિક નિયમન કરવુ અતિશય દુષ્કર બની રહયુ છે. તેવા સમયે રાજકોટ શહેરમાં પ્રાયોગાત્મક ધોરણે ટ્રાફિક બ્રીગેડની સ્થાપના કરવામાં આવેલ હતી.
જેનુ સ્ટ્રેન્થ વધારવા ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવામાં મહદ અંશે સફળ રહી છે. આ ટ્રાફિક બ્રીગેડનો વ્યાપ વધારવા અને સમસ્યા માટે પોલીસ સ્ટાફને મદદરૂપ બનવા ટ્રાફિક બ્રીગેડ અતી ઉપયોગી સિધ્ધ થયેલ છે.
રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા.28ના રોજ કલાક 7:00 વાગ્યે પોલીસ હેડ કવાર્ટર ખાતે 300 જેટલા ટ્રાફિક બ્રીગેડની પસંદગી તથા પ્રતિક્ષા યાદી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ પસંદગી માટે ઉમેદવારની વય 18 થી 35 વર્ષ અને ધોરણ 09 પાસ મહિલા/પુરૂષ પસંદગી પ્રકિયામાં સામેલ થઇ શકશે. જે પસંદગીમાં પુરૂષની ઉંચાઇ 5 ફુટ 6 ઇંચ તથા મહીલાની ઉંચાઈ 5 ફુટ ર ઇંચ કે તેથી વધુ ઉંચાઇના શારીરીક રીતે સક્ષમ હોવા જોઇએ તથા રાજકોટ શહેરના રહીશ, તેમજ જેમના વિરૂધ્ધ કોઇ ગુન્હો નોંધાયેલ ન હોય તેવા ઉમેદવાર આ પ્રક્રીયામાં સામેલ થઇ શકશે. અને પસંદગીને પાત્ર રહેશે.
માનદ સેવા માટે ઇચ્છુક પુરુષ/મહિલાઓએ પોતાની સાથે તમામ અસલ પ્રમાણપત્રો, પોતાના રહેઠાણનો પુરાવો (રાશન કાર્ડ, ટેલીફોન બીલ, વિજળીનું બીલ ટેક્ષનુ બીલ અથવા ચુંટણી કાર્ડ વિગેરે) સાથે બે ફોટો ગ્રાફસ લઇ આવવાના રહેશે. જેઓની પ્રસંદગી થયે તેઓના ફોર્મ ગ્રાઉન્ડ ખાતે જ ભરવામાં આવશે.