• અંડર-15 બોયઝની 25 જિલ્લાની ટીમો વચ્ચે મુકાબલો
  • 400થી વધુ બાળ ખેલાડીઓ પ્રતિભા દર્શાવશે
  • 20 સપ્ટેમ્બરથી અંડર -17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે

Rajkot:ગાંધીનગર આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લાના રમતગમત અધિકારી, રાજકોટ સંચાલિત તથા સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે.

આ 3 દિવસ ચાલનારી ઇન્ટર ડીસ્ટ્રીકટ સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાની ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે કે 400થી વધુ  ટીમો ભાગ લઈ રહ્યા હોવાનું જણાયું છે.

hoki 2

રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાંથી જિલ્લા શાળાકીય સ્પર્ધામાં વિજેતા ટીમો વચ્ચે રાજ્ય કક્ષાનો મુકાબલો થવા જઈ રહ્યો છે. જેમાં આજે ક્વાર્ટર ફાઈનલ તેમજ સેમી ફાઈનલ મેચ રમવામાં આવી રહી છે. તેમજ  આવતીકાલ તારીખ 19 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મેચ રમવામાં આવશે. જેમાં વિજેતા ટીમ નેશનલ લેવલ ઉપર દિલ્હી ખાતે ભાગ લેશે. આ દરમિયાન આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ આગામી તારીખ 20 સપ્ટેમ્બરથી અંડર-17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે.

hoki 4

આ માહિતી મુજબ ઉલ્લેખનીય છે કે, તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ હોસ્ટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. અહીં તેઓને ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ રમતગમત વિભાગ દ્વારા આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.