એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમાર રાજકોટ સ્થિત હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આજરોજ આવી પહોંચ્યા હતા. સંજીવ કુમારે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્ડીંગ એ.ટી.સી. ટાવર ફાયર સ્ટેશન રન વે સહિત વિવિધ સ્થળની સાઇટ વિઝીટ લઇને પ્રગતિ હેઠળની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો.

WhatsApp Image 2022 05 19 at 12.58.59 PM

સંજીવકુમાર તેમજ દિલ્હીથી પધારેલા પ્લાનિંગ મેનેજર શ્રી અનિલકુમાર પાઠકે તમામ એજન્સીઓ સાથે વાર્તાલાપ કરીને તેમને પડતી મુશ્કેલીઓ જાણી તમામ બાબતોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી વહીવટી તંત્રના સંકલનમાં રહીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

WhatsApp Image 2022 05 19 at 12.59.02 PM

એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરશ્રી લોકનાથના જણાવ્યા મુજબ હાલ રનવેની ૨૭૦૦ મીટરની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોકસ કલવર્ટ ની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
WhatsApp Image 2022 05 19 at 12.59.01 PMકલેકટર અરુણ મહેશ બાબુએ વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર સંબંધી તમામ કામગીરીનું નિરાકરણ આવી ગયાનુ ચેરમેનશ્રીને જણાવ્યું હતું.

WhatsApp Image 2022 05 19 at 12.59.00 PM 2
બેઠકમાં જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ જમીન સંપાદનની માહિતી પૂરી પાડી હતી. આ તકે નાયબ કલેકટર દેસાઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.