રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
સમગ્ર ઘટનાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાતના બે વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે પહોંચશે અને અધિકારીઓ સાથે બેઠક કરશે.આવતી કાલે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવશે.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
AIIMS રાજકોટની ડોક્ટર ટીમ સિવિલ ખાતે પહોચી ગઈ છે તથા સારવાર અર્થે AIIMS રાજકોટમાં ૩૦ બેડ તૈયાર કરાયા છે.
અમદાવાદથી ૪૦ તબીબોની ટીમ રાજકોટ આવવા રવાના થઈ ગઈ છે.સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ કર્યા બાદ સંચાલકની ધરપકડ કરી છે..
આ દુર્ઘટનામાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી