વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ઈસ્ટ ઝોન વોર્ડ નં.6ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરાઈ હતી.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત મહીકા મેઈન રોડ, જૈન દેરાસર રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં 212 સ્થળોએ છાપરા/ઓટાનું દબાણ દુર કરી અંદાજીત 4870 ચો. ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર રેંકડી-કેબીનો જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 11 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી એન 85 બોર્ડ બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા જૈન દેરાસર રોડ આવેલ હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ, ફાયર એનઓસી અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં અક્ષર એબીસીડી ચાર ટાવર મહીકા મેઈન રોડ ભાવનગર રોડમાં રિન્યુઅલ નોટીસ આપવામાં આવી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં કચરા ફેંકનાર ત્રણ આસામીઓ પાસેથી ડસ્ટબીન રાખવા સબબ 1 આસામી પાસેથી પ્લાસ્ટીક રાખનાર 12 આસામી પાસેથી દંડ વસુલાયો હતો.