ઓનના પેમેન્ટ ચુકવી દીધું છતાં પ્રોમિસરી નોટ અને સિકયુરિટી પેટે આપેલા ચેક પરત ન આપી રિટર્ન કરાવી એકાદ વર્ષથી હેરાન કરતા હોવાના ફરિયાદમાં આક્ષેપ
જંકશન પ્લોટ શેરી નંબર 5-12ના ખૂણે આવેલા જી.એસ.આહુજા એપાર્ટમેન્ટના ફલેટના વેચાણ દરમિયાન ઓનનું પેમેન્ટ રુા.20 લાખ પંદર દિવસ માટે બાકી રાખ્યા બાદ એક માસ પછી ચુકવી દીધું હોવા છતાં પંદર દિવસનું રુા.3 લાખ વ્યાજ ચુકવવા ધાક ધમકી દીધા અંગેની ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જી.એસ.આહુજા એપાર્ટમેન્ટમાં રહેતી આરતીબેન ુદયભાઇ બુધરાણીએ તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા રાધા કિશન ગોધુમલ આહુજા, અજીત આહુજા, ચંદ્રકાંત આહુજા અને પ્રદિપ આહુજા સામે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આરતીબેનના મધ્યપ્રદેશના રતલામ ખાતે રહેતા મોટા બેન મનાલીબેને ગત તા.30-5-20ના રોજ રાધા કિશન ગોધુમલ આહુજા પાસેથી રુા.31 લાખમાં ખરીદ કર્યો હતો. ત્યારે મનાલીબેને યશ બેન્કનો ડ્રાફટ આપ્યો હતો. અને બાકીના રુા.20 લાખ પંદર દિવસમાં ચુકવી દેશે તેમ કહ્યું હતું. ત્યારે પંદર દિવસ માટે સિકયુરીટી પેટે રાધા કિશન આહુજાએ પ્રોમીશરી નોટ અને સાત કોરા ચેકમાં સહી કરાવી લીધા હતા.
આ ફલેટમાં મનાલીબેનની નાની બેન આરતી અને ભાઇ રાજન રહે છે. ઓનનું પેમેન્ટ રુા.20 લાખ ચુકવવામાં પંદરના બદલે એક માસ થઇ ગયો હતો. આરતીબેને પોતાના મામા નરેશ રામનાણી પાસેથી 5 લાખ, કમલ રામનાણી પાસેથી 6 લાખ, લક્ષ્મણ રામનાણી પાસેથી 4 લાખ અને કાકા મહેશ બુધરાણી પાસેથી 1.50 લાખ મળી કુલ રુા.20 લાખ ગત તા.29-6020ના રોજ ચુકવી દીધા હતા. ત્યારે ચેક અને પ્રોમિશરી નોટ પરત માગ્યા હોવાથી થોડા સમયમાં આપી દેશે બેન્કના લોકરમાં હોવાના બહાના કર્યા બાદ રુા.20 લાખ પંદર દિવસ મોડુ થયું હોવાથી તેના વ્યાજ પેટે રુા.3 લાખની માગણી કરી ધાક ધમકી દેતા હોવાનું અને બેન્કમાં ચેક રિટર્ન કરાવ્યાની તેમજ આરતીબેન બુધરાણીને મારવાનો પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પ્ર.નગર પોલીસે ચારેય શખ્સો સામે વ્યાજ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.