રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના સંત કબીર રોડ, તિરૂપતિ સોસાયટી, શ્રીરામપાર્ક, મોરબી રોડ, રણછોડનગર તથા આજુબાજુમાંથી 11 , પશુઓ, સાંઈબાબા સોસાયટી, રેલનગર, દ્વારકેશ સોસાયટી, સંતોષીનગર, વિગેરે માંથી 6 પશુઓ, ભારતીનગર, મોચીનગર, ગોપાલનગર તથા આજુબાજુમાંથી 5 પશુઓ,નરસિંહનગર, શિવમ સોસાયટી, બેડી ચોકડી, જય જવાન જય કિશાન તથા આજુબાજુમાંથી 6 પશુઓ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર તથા આજુબાજુમાંથી 24 પશુઓ, મોટા મૌવા, ખોડિયારપરા તથા આજુબાજુમાંથી 6 પશુઓ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ભીમરાવનગર, માનસરોવર સોસાયટી, માધવ વાટીકા સોસાયટી, માંડા ડુગર, જશુભાઈની વાડી તથા આજુબાજુમાંથી 60 પશુઓ, ગુંદાવાડી તથા આજુબાજુમાંથી 5 પશુઓ, ધરમનગર, શાંતીનગર, આવકાર સોસાયટી, સાધુવાસવાણી, રૈયાધાર તથા આજુબાજુમાંથી 9 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 148 પશુઓ પકડવામાં આવ્યા છે.