પ્રજા વચ્ચે જઈને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રી જગદીશ વિશ્વકર્મા

જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની અધ્યક્ષતામાં    13માં તબક્કાના જિલ્લા કક્ષાના “ગરીબ કલ્યાણ મેળા”નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મંત્રી  જગદીશ વિશ્વકર્માએ 13માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. પડધરીના કંચનબેન ગોસ્વામી સાથે પરિજનની જેમ પ્રેમસભર સંવાદ કરતાં મંત્રીએ પૂછ્યું હતું કે શેનો લાભ મળ્યો છે, જેના ઉત્તરમાં લાભાર્થી કંચનબેનએ કહ્યું હતું કે,   વડાપ્રધાનનો પહેલા તો ખૂબ ખૂબ આભાર. આજે અમૃતકાર્ડની સહાયને કારણે જ મારું સારી હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન થયું છે અને અત્યારે હું એકદમ સ્વસ્થ છું. મંત્રી આશરે 10 જેટલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને દરેક લાભાર્થીના ચહેરા પર સરકારની કલ્યાણકારી યોજના થકી આવેલી ખુશી અને સંતોષના દર્શન થઈ રહ્યા હતા.

ગરીબ કલ્યાણ મેળો 12ગરીબ કલ્યાણ મેળો 10ગરીબ કલ્યાણ મેળો 9ગરીબ કલ્યાણ મેળો 6ગરીબ કલ્યાણ મેળો 36755 36755 1ગરીબ કલ્યાણ મેળો 7

રાજકોટની જનતાના હદય જીતતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. એક સમયે દિલ્હીમાંથી 1 રૂપિયો આવતો અને નાગરિકને 10 પૈસા મળતા જ્યારે આજે વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં આજે દિલ્હીથી કોઈપણ વચેટિયાઓ વિના સહાયની પુરી રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે. ગામડાઓ 24 કલાક વીજળીની સુવિધાઓથી પ્રકાશિત થયા છે. ઉજ્જવલ્લા યોજનાએ મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ આપી છે.

આ પ્રસંગે સરકારશ્રીના વિવિધ વિભાગની યોજનાઓના આશરે 3061 લાભાર્થીઓને અંદાજિત રૂપિયા 54 કરોડ જેટલી રકમની સહાય ચુકવવામાં આવી હતી. જે અન્વયે મહાનુભાવોના હસ્તે સ્ટેજ ઉપરથી 32 જેટલા લાભાર્થીઓને વિવિધ સહાયનાં લાભો એનાયત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવોનું   સ્વાગત જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ પ્રાસંગિક  ઉદ્દબોધન ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા, નગરપાલિકાના પ્રાદેશિક નિયામક  ધીમંતકુમાર વ્યાસ, એ.પી.એમ.સી.ના ચેરમેન જયેશ બોધરા, અગ્રણી મનીષ ચાંગેલા,   મનસુખ રામાણી,   વિરલભાઈ પનારા,  પ્રકાશભાઈ કાપડીયા,  રાજેશભાઈ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.