રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લી. દ્વારા કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો છે.એક સપ્તાહમાં સિટી બસ 1,18,300 કિ.મી. ચાલી હતી. 2,02,515 મુસાફરો એ તેનો લાભ લીધો હતો.

સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 5,350 કી.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ 5,37,250 ની પેનલ્ટી કરવામાં આવી હતી. ફેર કલેકશન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ. 8,500 ની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

કામગીરીમાં ગેરરીતી અને અનિયમિતતા સબબ કુલ 13 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જયારે સાત મુસાફરો ટીકીટ વગર પકડાતા તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ. 770 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

બી.આર.ટી. એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિકયુરીટી સર્વિસને કામાં ક્ષતિ બદલ રૂ. 500 ની પેનલ્ટી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.