ગુરુકુળ પમ્પીગ સ્ટેશન ખાતે ક્વોલિટી કંટ્રોલ સેલ માટે નવી લેબોરેટરી બનાવવા 74 લાખનો ખર્ચ મંજુર: કોર્પોરેશનની મિલકતમાં સફાઈ કામગીરી માટે પ્રથમવાર હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટ અપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 39 પૈકી 38 દરખાસ્તો મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સદરમાં આવેલા કતલખાનાને રીનોવેશન કરવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી હતી. આજે રૂપિયા 12 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.જમીન અને ભંગાર વેચાણ થકી રૂપિયા 5.60 કરોડની આવક થવા પામી છે.
સદર કતલખાનાને રીનોવેશન કરવાની દરખાસ્ત પરત
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બેઠકમાં અલગ અલગ 39 દરખાસ્ત અંગે નિર્ણય લેવાયો હતો.જેમાં 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર 7માં સદર વિસ્તારમાં આવેલા કતલ ખાને રૂ 25 લાખના ખર્ચે રિનોવેશન કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે. હાલ કતલખાનું રીનોવેશન કરવાની આવશ્યકતા ન જણાતા દરખાસ્ત પરત મોકલાય છે.આ ઉપરાંત મહાપાલિકા સંચાલિત તમામ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ તથા બૂટ-મોજાં ખરીદવા માટે રૂપિયા 25 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.ત્રણેય ઝોનમાં આવેલી મહાપાલિકાની મિલકતોમા સફાઈ કામગીરી માટે હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટ આપવા રૂ.37 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના જુના વાહનોનો ભંગાર ઈ ઑક્શન મારફત વેચાણ કરતા રૂપિયા 1.25 લાખની આવક થવા પામી છે.તો ટીપી સ્કીમ નંબર 4 રૈયાના આખરી ખંડ નંબર 457 ની 1698 ચોરસ મીટર જમીન પૈકી 540 ચો.મી.જમીન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને લીઝ માટે આપવા નો નિર્ણય લેવાતા રૂપિયા 5.64 કરોડની આવક થવા પામી છે.
39 પૈકી 38 દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીની બહાલી: 12 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર, જમીન અને ભંગાર વેચાણથી રૂ. 5.60 કરોડની આવક
અલગ-અલગ વોર્ડમાં સફાઈ કામગીરીના કોન્ટ્રાક્ટ આપવા માટે રૂપિયા 2.98 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.તો ડીઆઇ પાઇપલાઇન માટે 1 કરોડ અને સી.સી.રોડ કામ માટે રૂ.44 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વોર્ડ નંબર 14માં ગુરુકુળ પંપીંગ સ્ટેશન ખાતે કંટ્રોલ સેલ માટે નવી લેબોરેટરી બનાવવા રૂપિયા 74 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં 39 પૈકી 38 દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી જ્યારે કતલખાના રીનોવેશન દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે રૂ કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે.