મારૂતિ યજ્ઞ, મહાપુજા, ધજાજી મહોત્સવ તથા મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો
બાલાજી હનુમાન દાદાના સાનીધ્યમાં તા.19/11/2022 શનિવારના રોજ મારૂતી યજ્ઞ, મહાપૂજા, ધજાજી મહોત્સવ તથા સાંજે મહાપ્રસાદ વાણીયાવાડી શેરી નં.3, સુરભી એપાર્ટમેન્ટ પાસે જે કોઇ ભાવિભક્તને મારૂતી યજ્ઞ, મહાપૂજામાં બેસવું હોય તો વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવું. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા દિપકભાઇ ટાંકે જણાવ્યું હતું કે બાલાજી મિત્ર મંડળ દર વર્ષે 11 (અગિયાર) યજ્ઞ કુંડનું આયોજન કરે છે.
તેમાં એક કુંડમાં 4 (ચાર) જોડી બેસી શકે અને મહાપૂજામાં 500 થી 600 માણસો બેસી શકે તેવી વ્યવસ્થા કરે છે. કોરોના કાળ પછી આ પહેલું આયોજન કરવા જઇ રહ્યું છે ત્યારે બાલાજી મીત્ર મંડળ સાથે મળીને આ વર્ષે 21થી પણ વધારે યજ્ઞ કુંડનું આયોજન કરશે. 1000થી પણ વધારે લોકો મહાપૂજાનો લાભ લેશે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. મહાપૂજાના સંત વિવેકસાગરદાસજી સ્વામી (બાલાજી મંદિરના મહંત)ના સ્વ મુખેથી બધા ભાવિક ભક્તોને મહાપૂજાનો લાભ આપશે. ત્યાર બાદ મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે તો જે ભાવિક ભક્તોને યજ્ઞમાં તથા મહાપૂજામાં બેસવું હોય તો તે મોબાઇલ નંબર-80000 79006માં સંપર્ક કરવો.