યોગ્ય અને તાત્કાલીક ધોરણે પગલા લઇ ગાબડુ પુરવાની લોક માંગ ઉઠી
આ વખતે ગુજરાતમાં સારુ ચોમાસુ થયેલ હોવા છતાં તંત્રની બેદરકારી ગણો કે રાજકારણીઓની મીલીભગત ગણો રાજુલાનો ખાખબાઇ ગામ નજીક આવેલો ધાતરવાડી ડેમ-ર માં નીચેના ભાગેથી મોટું ભોયરું પડેલ હોય તેમાંથી ખુબ પ્રમાણમાં પાણી વહી રહેલ છે. અને ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. જયારે બીજી બાજુ ડેમના પાટીયા ચડાવવાને વાંકે ૧ વર્ષથી એમનમ પડયા છે. જયારે બીજી બાજુ રાજુલા જાફરાબાદમાં પાણીનો કાળો કકળાટ થાય તેવી પોજીશનનું નિર્માણ થયેલ છે. અને છતાં પાણીએ પાણી વહી જવાને કારણે રાજુલા જાફરાબાદ તાલુકો પાણી માટે વલખા મારશે આમ રાજુલા વિસ્તારમાં બબ્બે ડેમો હોવા છતાં અને ડેમમાં પાણી વહી જવાને કારણે લોકો તરસ્યા રહેશે આ અને યોગ્ય અને તાત્કાલીક પગલા તંત્ર દ્વારા ભરવામાં આવે તેવી માંગણી ઉઠેલ છે અને ડેમમાં પડેલ ગામડું તાત્કાલીક પુરવાની પણ માંગણી ઉઠેલ છે.