મોક્ષદા એકાદશીની ત્રણ તિથિ હોવાથી જીવમાત્રને મોક્ષ આપતી એકાદશી ગણાવી
બુધવારના રોજ મોક્ષદા એકાદશી નીમીતે ઓખા જ્ઞાન મંદિરના પુજારી રવિન્દ્ર વાયડાએ દ્વારકાધીશના અનોખા શ્રૃગાર દર્શનથી વૈષ્નવોને કૃતાર્થ કર્યા હતા તથા એકાદશીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ વર્ષની એકાદશી વર્ષો પછી આવતી એકાદશી છે. કારણ કે આજે વહેલી સવારે દશમની તીથી અને ત્યારબાદ એકાદશી અને છેલ્લે બારસનો પ્રારંભ થયો હતો. આમ ચોવીસ કલાકમાં ત્રણ તિથીઓનો સંગમ એ ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. આ એકાદશી શાસ્ત્રોમાં સ્વયંમ વિષ્ણુએ જીવમાત્રની મોક્ષ આપતી એકાદશી ગણાવી છે. આ ત્રિસર્પા એકાદશી એવી છે કે, એક જ એકાદશીમાં એક હજાર એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગીતા જયંતી પણ હોય ત્યારે ઓખા સ્વાધ્યાય પરિવાર દ્વારા ગીતાના અઢાર અધ્યાયના પઠનનું પણ આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે પુજારીએ ભારત દેશમાં કૃષ્ણ અવતારનું મહત્વ પણ સમજાવ્યું હતું.