૨૬ વર્ષથી વધુ સમયગાળો જેલમાં ગાળ્યા છતા કેસ પેન્ડિંગ રહેતા હતાશામાં ગરકાવ
રાજીવ ગાંધીની હત્યા માટે એક માત્ર દોષિત રોબર્ટ પીયોસ છેલ્લા ૨૬ વર્ષથી જેલના સળીયા પાછળ સજા ભોગવી રહ્યો છે. ગઈકાલે તેના દ્વારા મર્સિ કિલીંગ માટે જેલના અધિકારીઓને અરજી પાઠવવામાં આવી હતી. પીયોસે જેલમાં આટલા વર્ષ ગાળ્યા હતા. તેના દ્વારા જેલના સુપ્રિટેન્ડેન્ટને મર્સિ કિલીંગ માટે પાઠવવામાં આવી હતી. ત્યારે એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ બાબતનો કોઈ નિર્ણય તેના પત્રના આધારે હજુ લીધો ન હતો. અમે આજ અરજીને સ્ટેટ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ડીજીપીની ઓફિસમાં ફોરવર્ડ કરી દીધી હતી. આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારના અભિપ્રાય પછી જ લેવાનો હોઈ હાલ તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ રહેશે.
પીયોસ શ્રીલંકન તામીલ છે તેણે દાવો કર્યો છે કે તેને જયારે આ આરોપમાં જેલ પાછળ ધકેલાયા બાદ તેના બાળકનું મોત થયું હતું. ત્યારે અધિકારોઓ દ્વારા ૧૯૮૦માં શાંતિ સ્થાપવા માટે ટુકડી મોકલવામાં આવી હતી. તપાસ અધિકારીઓ દ્વારા દોષિતમાંથી એક તેને કાવતરા ઘડયાની શંકાના આધારે જિંદગી જેલમાં વિતાવી પડી હતી. તેની સાથેના સાત આરોપીને નિર્દોષ છોડી મુકાયા બાદ તેને છોડવાનો ઓર્ડર ન મળતા તેનો કેસ હજુ કોર્ટમાં પેન્ડીંગ રહેતા તેની હાલ દોજખ જેવી જિંદગી બની ગઈ હોય તેણે આ અરજી કરી હતી