બોલીવુડના ‘થલાઇવા’ એવા રજનીકાંતે થોડાક દિવસ પહેલા જ ઘોષણા કરી હતી કે તેઓ ૩૧ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં રાજનીતિમાં જોડાશે.પરંતુ અચાનક તેમણે પોતાના ફેન્સ પાસે માફી માંગતા જણાવ્યું છે કે તેઓ શારીરિક રીતે અસ્વસ્થ હોવાથી તમિલનાડુની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે નહીં.
થોડા દિવસો પહેલા જ રજનીકાંતની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી ત્યારબાદ તેઓ થોડા સમય માટે આરામ ઉપર હતા.ત્યારબાદ તેઓએ સમગ્ર જનતાને જણાવ્યું કે હું તમિલનાડુમાં આગામી વર્ષમાં થનારી ચૂંટણીનો હિસ્સો બની શકીશ નહીં.
70 વર્ષીય રજનીકાંત બીમારીના કારણે આ કાર્યને અધૂરી છોડી રહ્યા છે. રજનીકાંતના રાજકારણની પરાકાષ્ઠા કંઈક એવી છે કે જે સુપરસ્ટાર હજારોની ભીડની સામે હાથ જોડીને કહી રહ્યા છે કે મને માફ કરી દો.ભગવાન તેમને સંકેત આપ્યો છે કે આ કામ તેમનું નથી. આ સુપરહીરો જે રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા રાખતો હતો, તેને બિમારીએ રાજનીતિમાં પ્રવેશવા લાચાર બનાવ્યો છે.