પોલીસની શંકાસ્પદ ભૂમીકા અને ભૂમાફીયા સાથે સાંઠગાંઠ જેવા સંબંધ ધરાવનારી નીતિથી ધ્રાંગધ્રા પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે
ધ્રાગધ્રા પંથકમા ચાલતા ગેરકાયદેસર ખનનને રોકવા તંત્ર નિષ્ક્રિય સાબિત થયુ છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામા પણ ભુમાફીયાઓની તાકાત એટલી વધી ગઇ છે કે તેઓ દરોડા કરવા આવેલા અધિકારીઓ પર પણ હુમલો કરતા ખચકાતા નથી તેવામા ધ્રાગધ્રા પંથકના ઘનશ્યામગઢ, બાવળી, કોંઢ, રામપરા, રાજગઢ-હિરાપુર સહિતના ગામોમા સફેદ સોના જેટલી કિમતી સફેદમાટી નિકળે છે જેને ભુમાફીયા ભરખી ગયા છે હજુ પણ જમીનમાથી નિકળતુ કિમતી ખનીજ ભુમાફીયા દરરોજ ગેરકાયદેસર ખનન કરી ચોરી કરી રહ્યા છે જેના સામે તંત્ર મુક પ્રેક્ષક બનીને બધુ જ જોઇ રહ્યુ છે ત્યારે ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા સફેદ માટીના ખનનને રોકવા સ્થાનિક રહિશો , સામાજીક કાર્યકરો તથા પ્રકૃતીપ્રેમીઓ દ્વારા અથાગ પ્રયત્નો કરાયા છે છતા પણ તંત્રના પેટનુ પાણી નથી ડગતુ જ્યારે રાજગઢ-હિરાપુર ગામે ગેરકાયદેસર ખનન કરતા ભુમાફીયાઓ બેફીકરીથી અહિના સ્થાનિક લોકોને જણાવે છે કે ” રહિશોને જ્યા રજુવાત કરવી હોય ત્યા કરે, તેઓનુ કોઇનાથી પણ કઇ બગડે તેમ નથી” તેવામા અંગત સુત્રોના જણાવ્યા અનુશાર રાજગઢ-હિરાપુર ગામે ગેરકાયદેસર ખનન ચલાવનારા ભુમાફીયાઓ પોલીસના જ સ્વજનો હોવાથી વારંવાર રજુવાત છતા કાર્યવાહી થતી નહિ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જ્યારે છેલ્લા કેટલાય દિવસથી ચાલતા ગેરકાયદેસર સફેદમાટીના ખનનને રોકવા આજે સ્થાનિક સામાજીક કાર્યકર દ્વારા તાલુકા પોલીસને જાણ કરી હતી છતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે ડોકાવાની તસ્દી પણ લીધી ન હતી અને બાદમા સબ સલામતની વાતો શરુ કરી હતી. પોલીસની શંકાસ્પદ ભુમીકા અને ભુમાફીયા સાથે ગાંઢ સાંઠગાંઠ જેવા સબંધ ધરાવી છાવરવાની નિતીથી ધ્રાગધ્રા તાલુકા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનુ રહે છે કે સુરેન્દ્રનગર જીલ્લામા કોણ બાહોસ અધિકારી છે જેઓ આ ગેરકાયદેસર ખનન પર દરોડા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે ?